<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ચોટીલાના સાલખડામાં સુરાભાઇ ગાબુ પર ભત્રીજા રાજુનો હુમલો

ગાળો દેવાની ના પાડતાં લાકડી-પથ્‍થરથી ઇજા પહોંચાડી

રાજકોટ તા. ૫: ચોટીલાના સાલખડા ગામે રહેતાં સુરાભાઇ કાનાભાઇ ગાબુ (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધને તેના જ ભત્રીજા રાજુ સવાભાઇ અને રાજુના દિકરા કરણે મળી ગાળો દઇ લાકડીથી માર મારી પથ્‍થર ફટકારી માથામાં ઇજાઓ કરતાં સારવાર માટે ચોટીલા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં નાની મોલડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુરાભાઇના કહેવા મુજબ તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. ભત્રીજો અને તેનો દિકરો કારણવગર ગાળાગાળી કરતાં હોઇ ગાળો બોલવાની ના પાડતાં હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:18 PM IST)