<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

અમરેલીના મહિલા ગૃહ ઉદ્યોગમાં પૂ.લાલબાપુની પધરામણી

 

અમરેલી :.. લાખો માનવીને વ્યસન છોડાવી ભજન, ભોજન અને ભકતી તરફ વાળી સાચા સનાતની સંતશ્રી પૂ.લાલબાપુ (ગાયત્રી આશ્રમ ગધેથડ)  મહિલા ગૃહ ઉદ્યોગની મૂલાકાતે પદ્યારેલ, ત્યારે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓએ  ઉમળકાભેર ઘરે સામૈયુ કર્યું હતું. હનુમાનપરામાં દીલાભાઇ ભાલાળાનાંં ઘરે  પૂ.બાપુનું આરતી સ્વાગત કરેલ, ત્યાથી વાજતે ગાજતે મહીલાગૃહ ઉદ્યોગ નાં કારખાને પધારેલ અને વિઠ્ઠલભાઈ તથા પુનીતભાઈ બાંભરોલીયા ની બનાવેલ કલા કૃતિઓ નિહાળી પ્રસંનતા પામી આર્શીવાદ પાઠવેલ, ત્યાર બાદ તેમના ઘરે પૂ.બાપુ નું બહેનો દ્વારા પૂજન કરેલ પછી તાત્કાલીક હનૂમાન મંદીરે પધારી પૂ.બાપુ એ વ્યસન મૂકતી વિશે બહેનો ભાઈઓને સંબોઘન કરી જે લોકો વ્યસન મૂકશે તેને અગીયારસો ગાયત્રી મંત્ર નું પુન્ય પૂ.બાપુ તરફથી આપશે તેવી જાહેરાત કરેલ. પૂ.બાપુ છેલા પાંત્રીસ વર્ષ થી રોજ ૧૬ કલાક ગાયત્રી મંત્ર નાં જાપ કરે છે. અને તે જાપ નું પુન્ય વ્યસન છોડનાર ને અર્પણ કરી સમાજને નવો રાહ ચીંધેલ છે. હનુમાનપરા વિસ્તાર માં આવા અનોખા આયોજન થી ભકતી મય વાતાવરણમાં લોકોએ અનેરો લાભ લીધેલ હતો. (તસ્વીર - અહેવાલ :- અરવિંદ નિર્મળ -અમરેલી)

(11:16 AM IST)