News of Thursday, 5th March 2026
જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનતવિભૂષિત શ્રી કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં રાજભોગ અને ફૂલડોલ બાદ રંગોત્સવ ઉજવાયો

જામનગર::છોટી કાશી ગણાતા જામનગરમાં ધુળેટીના પર્વ નિમિતે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનતવિભૂષિત શ્રી કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં રાજભોગ અને ફૂલડોલ બાદ રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભગવાન શ્રી રાજશ્યામજીની શૃંગાર આરતી બાદ પરંપરાગત ધોળ પદના ગાયન સાથે રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. તેમાં સુંદરસાથજી ભક્તોને આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે ફુલ અને કેસુડા તેમજ ગુલાલ અને અબીલ જેવા રંગોથી રંગાયા હતા. અને પિચકારી વડે અમીછાટણા કર્યા હતા. આ તકે ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા-જામનગર)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
