News of Thursday, 5th March 2026
પોરબંદર સાયબર ગુન્હામાં ફરાર હિરલબાના મુખ્ય ર સાગરિતો ઝડપાયા
એક વર્ષ પહેલાં નાસી ગયા હતાં : કલોલથી પકડાયાં : બન્ને આરોપીઓ સામે સાયબર ક્રાઇમ ઉપરાંત અપહરણ અને ખંડણી વસુલાતના ગુન્હા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પ : સાયબર ક્રાઇમ અપહરણ અને ખંડણી વસુલાતના ગુન્હામાં એક વર્ષ પહેલા નાસી ગયેલા હિરલબા જાડેજાના મુખ્ય ર સાગરિતો પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઇ, રહે. ભાણવડ તથા રાજુ બાલુભાઇ પરમાર, રહે. છાંયા, નવાપરાવાળાને હાર્બર મરીન પો.સ્ટે. બી એન એસ. ક. ૧૧૫(૨) ૧૨૦(૧), ૧૨૭:(૪), ૧૪૦(૩) ૧૪૨, ૩૦૮(૫), ૩૨૯(૩), ૩૫૧(૩), ૬૬(૨)(બી) મુજબનો ગુનો અને સદરહું ગુનામાં આ કામના આરોપીઓએ ફરિયાદીની દિકરીએ લીધેલ સીત્તેર લાખ રૂપિયા કઢાવવા કાવત્રુ રચી રાત્રીના ઘરે અજાણ્યા ચાર થી પાંચ આરોપીઓએ ગળહ અપ પ્રવેશ કરી ફરી. તથા તેના જમાઇ ભનુ તથા ફરી. ની સાળી ગીગી બેનનું અપહરણ કરી એક કાળા કલરની રજી.નં ૧૦૦૦ વાળી ફોરવ્હીલમાં આરોપી ૧ ના બંગલે લઇ જઈ આરોપી ન ૧ ની સામે આરોપી નં ર તથા ૩ નાએ ફરી. ની દિકરી સાથે ફરી. તથા તેના જમાઇની વીડીયોકોલમાં વાત કરાવી રૂપિયા કઢાવવા માટે દબાણ કરી તેમજ આરોપી નં.૧ પાર્થના બંગલે રહેલ અન્ય અજાણ્યા આરોપીઓ ફરી. તથા તેના જમાઈનું અપહરણ થયું છે તેવું જાણવા છતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ફરી. તથા તેના જમાઈને ગેરકાયદે છુપાવી અટકાયતમાં રાખી બાદમાં ચાર પાંચ દિવસ પછી આરોપી નં. ૨ રાજુનાએ ફરી.ની દિકરીના દિકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરી આરોપી નં. ૧ ના બંગલે લાવી તેને પણ તેન પિતા ફરી.ના જમાઇ ભનુ તથા નાના ફરી. સાથે રાખી ફોન પર તેની માતા સાથે વાત કરાવી પૈસા આપી દેવા માટે દબાણ કરેલ હતું.
માણસોએ ફરી. તથા ફરીના જમાઈના ઢીકાપાટુનો મારમારી રણજીતને ધમકીઓ આપી તેના જમાઇને આડકતરી રીતે મારી નાખવાની ધમકી આપી તેમજ જમાઇ ભનુની કાર કુછડી ખાતેથી આરોપી નં. ૧ પાર્થ નાબંગલે મંગાવી લઇ તેમજ જર્મીન, મકાન પ્લોટ, દાગીના વિગેરે આપી દેવા દબાણ કરી આરોપી નં ૨ નાએ બળજબરીથી ફરી. પાસેથી અલગ અલગ કુલ ૧૧ કોરા ચેકમા સહી કરાવી લઇ લીધેલ તેમજ આરોપી ને. ૩ નાએ ફરી.ની દિકરીની મરણજનાર દિકરીની નિશાની માટે રાખેલ હાથમાં પહેરવાનો દોઢ તોલાનો સોનાનો બેરખો તથા આશરે અડધા પોણા તોલાનો ચેઇન એમ આશરે દોઢેક લાખના દાગીના લઇ ફરી. તથા ફરી. ના જમાઇને સતર દિવસ સુધ તથા ફરી.ની દિકરીના દિકરા રણજીતને બાર દિવસ સુધી બળજબરીથી સીત્તેર લાખ રુપિયા કઢાવી લેવા માટે આરોપી નં. ૧ પાર્થના બંગલે ગોંધી રાખી ગુન્હો કર્યો હતો.
સાયબર ક્રાઈમ પો.સ્ટે.માં આઇ પી.સી. ક. ૧૨૦બી, ૪૧૧, ૪૧૩, ૪૨૦બી તથા આઈ.ટી.એકટ ક. ૬૬(ડી) મુજબનો ગુનો હોય અને સદરહું ગુનામાં આ કામે આરોપીઓ હિરલબા જાડેજા તથા તેમના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોંગેલા મોહન, રણછોડભાઈ વાજા, અજય મનસુખભાઇ ચૌહાણ, હિરલબાના ડ્રાઇવર રાજુ મેર તથા અન્ય જે તપાસમાં ખુલે તે તમામ માણસોએ પુર્વ આયોજીત કાવતરૂ રચી હિરલબા જાડેજાના નિવાસસ્થાને તેમણે જાતેથી કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા જયેશ ઢાકેચા, કમલેશ દારા જેવા આ બાબતથી અજાણ માણસોના કપટપુર્વક ખોટા પ્રલોભનો આપી તેમના પણ બેંક ખાતા ખોલાવી આ તમામ ખાતાઓમાંથી કુલ ૦૫ ખાતામાં સાયબર ક્રાઈમ ફ્રોડ કરેલ.
આરોપીઓએ વિવિધ રાજયોના અલગ અલગ ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી છેતરપીંડીથી પડાવેલ રૂપીયા જાણીબુઝીને વારંવાર મેળવી કપટપુર્વક જયેશ ઢાંકેચા તથા કમલેશ દાસા ના ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી તેમની સહી કરેલા ચેક મેળવી લઇ તેમના ખાતામાંથી રૂપીયા ઉપાડી તથા પાર્થ સોંગેલા, અજય ચોહાણ, મોહન વાજાના ખાતાાઓમાં તેઓએ પોતે જાતેથી રૂપીયા ઉપાડી તથા ટ્રાન્સફર કરી જે તે રૂપીયાને સગેવગે કરી ગુન્હો કરેલ હતો.
એલ.સી.બી.ઇનચાર્જ પો.ઇન્સ. શ્રી આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના ASI રણજીતસિંહ દયાતર તથા HC સલીમભાઇ પઠાણ તથા વિરેન્દ્રસિંહ પરમારને ખાનગીરાહે હકીકત મળેલ કે, આ ગુનાઓમાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી પાર્થ મહેન્દ્રભાઈ સોનગેલા રહે. ભાણવડ તથા રાજુ બાલુભાઈ પરમાર રહે. છાંયા નવાપરાવાળાઓ હાલ કલોલ ગાંધીનગર ખાતે હોવાની બાતમી મળેલ હોય પોલીસ ટીમને ક્લોલ ખાતે તથા (૧) પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ, રાજુ બાલુભાઈ પરમાર બન્ને પકડીને પોરબંદર એલ.સી.બી. ઓફિસમાં પૂછપરછ માટે લાવ્યા છે. સોસાયટી આવળ માતાજીના મંદિર સામે પોરબંદરવાળાઓને ઉપરોકત ગુનાના કામે વધુ પૂછપરછ અર્થે અત્રે એલ.સ.બી. ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે હાર્બર મરીન પે સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ સાયબર ક્રાઇમ અપહરણ અને ખંડણીના ગુન્હાના ફરાર બે આરોપીને પકડવાની કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા. ઉદયભાઇ વરૂ તથા HC સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. HC જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.
પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઇ સોનગેલા
રાજુ બાલુભાઇ પરમાર
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
