<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં રંગપર્વ ધુળેટીની ઉમંગભેર ઉજવણી

અબીલ, ગુલાલ, કલર ઉડાડીને સોૈ કોઇ ઉજવણીમાં જોડાયાઃ ગામે-ગામ ધુળેટી પર્વના રંગમાં સોૈ રંગાયા

ધોરાજીઃ તસ્‍વીરમાં ધોરાજીમાં ધુળેટી પર્વની ઉજવણી કરાઇ હતી તે નજરે પડે છે.

રાજકોટ તા.૫: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે ધુળેટી પર્વની ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોૈ કોઇએ એકબીજા ઉપર રંગ ઉડાડીને રંગપર્વની ઉજવણી કરી હતી.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીના જમનાવડ રોડ પાસે આવેલ ઝુલેલાલ ચોક ખાતે ધુળેટી મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવવામાં આવેલો હતો.

જે અંગે ઝુલેલાલ ચોકના અગ્રણી જેરામભાઈ પારવાણીએ જણાવેલ કે અમારા ઝુલેલાલ ચોક ખાતે સમગ્ર વિસ્‍તારના લોકોએ ખૂબજ ભાવપૂર્વક ધુળેટી મહોત્‍સવ ઉજવેલો હતો જેમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનના વડીલો દ્વારા પણ ખૂબ જ હર્ષ અને ઉમંગથી  ધુળેટી મહોત્‍સવ અબીલ ગલાલના રંગથી વૈદિક પરંપરા મુજબ ધુળેટી મહોત્‍સવ ઉજવવામાં આવેલો હતો તેમજ મહિલાઓ દ્વારા ધૂળેટીની રંગની રમત સાથે સાથે રાસની પણ રમઝટ બોલાવેલી હતી.

 

(11:56 AM IST)