<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

બખરલા અને ખાભોદર ગામ ખાતે હોળી-ધૂળેટી પર્વની ઉજવણીઃ અર્જુનભાઈ મોઢવાડીયા દાંડિયા રાસમાં જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ હોળી-ધૂળેટીના પાવન પર્વના પ્રસંગે વન પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા પોરબંદર જિલ્લાના બખરલા તથા ખાભોદર ગામ ખાતે આયોજિત દાંડિયા રાસ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યાં હતા. ઉત્‍સાહભર્યા માહોલ વચ્‍ચે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ગ્રામજનોથી સહકાર અને સ્‍નેહ મેળવ્‍યો હતો. પરંપરાગત લોકસંસ્‍કળતિને ઉજાગર કરતા દાંડિયા રાસમાં તેમણે સ્‍વયં ભાગ લઈ તહેવારની ખુશી ગ્રામજનો સાથે વહેંચી હતી. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડા ઓડેદરા, અગ્રણી સર્વ શ્રી અરશીભાઈ ખુટી, હાથિયાભાઈ ખુટી, ભુરાભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા અને લોક ડાયરાના કલાકાર શ્રી દેવરાજ ગઢવી સહિતનાં આગેવાનો અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(11:56 AM IST)