<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ઉપલેટા મોજ નદી ઉપરથી ૭૦ ફૂટ નીચે કાર ખાબકતા રહી જતા જાનહાની અટકી

કારના આગળના ભાગનો કચ્‍ચરધાણઃ એરબેગ્‍સ ખુલી જતા દંપતિ અને બાળક બચી ગયા

 ઉપલેટા, તા., પઃ રાજકોટ જિલ્લાનાં ઉપલેટા ખાતે મોજ નદી પરના પુલ પર એક ગંભીર માર્ગ અકસ્‍માતની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ પસાર થતી કાર ડ્રાઈવરને ઝોકું આવતાં પુલની દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. સદભાગ્‍યે કારમાં સવાર દંપતી અને એક બાળકનો આબાદ બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, ઉપલેટાના નાગનાથ ચોક નજીક મોજ નદી પર આવેલા પુલ પરથી એક કાર વધુ ઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્‍ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્‍યો હતો. પરિણામે કાર સીધી પુલની દિવાલ સાથે અથડાઈ ગઈ.

પુલ પર લગાવવામાં આવેલી લોખંડની ગ્રીલને કારણે કાર ૭૦ ફૂટ નીચે ખાબકતી અટકી ગઈ. ગ્રીલ અને દિવાલને ભારે નુકસાન થયું હોવા છતાં કારમાં સવાર પરિવારનો ચમત્‍કારીક રીતે બચાવ થયો.

અકસાર એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્‍ચરઘાણ બની ગયો હતો. જોકે, કારની એરબેગ્‍સ સમયસર ખુલતાં દંપતી અને બાળકને ગંભીર ઇજા પહોંચતી અટકી.

સ્‍થાનિક લોકોની મદદથી પરિવારને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્‍યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ ડ્રાઈવિંગ અને ઘમાં ડ્રાઈવિંગ જેવી બેદરકારીને કારણે માર્ગ અકસ્‍માતોની સંખ્‍યામાં વધારો નોંધાઈ રહ્યો છે. નિષ્‍ણાતો ડ્રાઈવિંગ દરમિયાન પૂરતી ઉંઘ અને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે.

(11:58 AM IST)