<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

અમરેલી જિલ્લામાં ઇંધણની અછતની અફવા ફેલાઈ : પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે વાહનોની લાંબી કતારો

ધારી સાવરકુંડલા અમરેલીના પેટ્રોલપંપ પર નાના મોટા ભારે વાહનોની ભીડ જામી:પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી.

 અમરેલી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે કતારો લાગી છે. પેટ્રોલ પંપ ઉપર લાગેલી વાહનોની મોટી મોટી કતાર બાદ, પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી છે અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા અમરેલીના પેટ્રોલપંપ પર નાના મોટા ભારે વાહનોની ભીડ જામી હતી. જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીએ કહ્યું તમામ તાલુકા મથક પર પૂરતો જથ્થો છે. વિવિધ કંપનીના પેટ્રોલપંપ પર કોઈ ડીઝલ પેટ્રોલની ઘટ નથી લોકોને અફવાથી દુર રહેવા અપીલ કરી છે  જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાથી લોકોએ દોડધામ ન કરવા અપીલ કરી હતી 

(7:02 PM IST)