News of Thursday, 5th March 2026
યુદ્ધની અસર મોરબી સિરામિક ઉદ્યોગ બાદ પેપરમિલ ઉદ્યોગમાં જોવા મળી: રો મટીરીયલ્સની અછતનો ખતરો.
રો મટીરીયલ્સની અછત, કોલસાના વધતા ભાવથી ઉદ્યોગ મુશ્કેલીમાં.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ સમગ્ર મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે જેને પગલે માલ સામાનની અવરજવર પ્રભાવિત થઇ રહી છે તેલ અને ગેસના શીપની અવરજવર પ્રભાવિત થતા સિરામિક ઉદ્યોગ પરેશાન છે તો રો મટીરીયલ્સના શિપ્સને પણ અસર પહોંચી છે જેથી મોરબીના પેપરમિલ ઉદ્યોગ માથે પણ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે
મોરબીમાં પેપરમિલ ઉદ્યોગના નાના મોટા ૫૨ એકમો કાર્યરત છે અને પ્રતિદિન એક યુનિટને ૧૦૦ ટન જેટલા રો મટીરીયલ્સનો વપરાશ રહે છે અને મોરબી પેપર મિલ ઉદ્યોગમાં ૫ થી ૬ હાજર ટન રો મટીરીયલ્સની જરૂરત રહે છે જેમાંથી આશરે ૭૦ ટકા જેટલું રો મટીરીયલ્સ વિદેશથી આયાત કરવામાં આવે છે અને યુદ્ધની સ્થિતિને પગલે પ્રતિ ટન ૨૦૦૦ ડોલર જેટલો સંભવિત ભાવવધારો આવે તો ૪૦ થી ૫૦ ટકા જેટલો ભાવવધારો રો મટીરીયલ્સમાં જોવા મળી સકે છે એટલું જ નહિ કોલસાનો ભાવ જે અગાઉ ૫૦૦૦ થી ૫૫૦૦ આસપાસ હતો તેમાં પણ ૧૦૦૦ રૂપિયાથી વધુનો વધારો થઇ ચુક્યો છે અને કોસ્ટિંગ ૨૦ ટકા જેટલું વધી ગયું છે
પેપરમિલ એસો પ્રમુખ શૈલેષભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી પેપરમિલમાં તૈયાર થતો માલ સિરામિક એકમોમાં વપરાય છે અને સિરામિક ઉદ્યોગ બંધ થાય તો પેપરમિલ ઉદ્યોગ બંધ કરવો પડે એટલું જ નહિ રો મટીરીયલ્સ અને કોલસાના અસહ્ય ભાવવધારા તેમજ અનિશ્ચિત સપ્લાયને પગલે પણ પેપરમિલ એકમો બંધ કરવાની નોબત આવી સકે છે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી સિરામિક ઉદ્યોગના નિર્ણય બાદ મીટીંગ કરી આગળનો નિર્ણય લેવામાં આવશે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
