<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

મોરબીના મહેન્દ્રનગરમાં શનિવારે ‘વિરાટ હિન્દુ સંમેલન' યોજાશે

સંમેલનમાં સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રભક્તિના ભાવને સુદ્રઢ કરવા અને હિન્દુ સમાજમાં નવી ચેતનાના સંચાર અર્થે મોરબીના મહેન્દ્રનગર ખાતે આગામી 07 માર્ચના રોજ 'વિરાટ હિન્દુ સંમેલન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.

  હિન્દુ સંમેલન સમિતિ - મહેન્દ્રનગર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ આયોજનમાં 'પંચ પરિવર્તન' એટલે કે સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન અને સ્વદેશી ભાવ જાગરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
તા 07 માર્ચ 2026 ને શનિવાર રાત્રે 09:00 થી 11:00 સુધી રામધન આશ્રમ, મહેન્દ્રનગર.
આ સંમેલનમાં જોધપુર (નદી) સરસ્વતી નિકેતન આશ્રમના પૂજ્ય સંત ભાણદેવજી તેમજ મહેન્દ્રનગર રામધન આશ્રમના પૂજ્ય ભાવેશ્વરી માતાજીના આશીર્વચનનો લાભ ભક્તોને મળશે. આ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત RSS ના સહ કાર્યવાહ દેવેન્દ્રભાઈ દવે ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કરશે.
હિન્દુ સંમેલન સમિતિ દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર યજ્ઞમાં પરિવાર અને મિત્ર મંડળ સહિત ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે

(12:51 AM IST)