<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના ૩૩૬ લાભાર્થીઓના આવાસો રદ

લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં ૧૧૧૬ ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના ૩૩૬ લાભાર્થીના આવાસો રદ કરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં ૧૧૧૬ ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના ૩૩૬ લાભાર્થીના આવાસો  રદ કરવામાં આવ્યા છે

   મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અંતર્ગત ૪૦૦ આવાસોનો કોમ્પ્યુટર આધારિત ડ્રો તારીખ ૩૦/૦૧/૨૦૧૭ ના રોજ કરવામાં આવેલ હતો. ડ્રોમાં સફળ થયેલ ૪૦૦ લાભાર્થીઓ પૈકી ૩૩૬ લાભાર્થીઓ યોજનાના નિયમો અને ધારા-ધોરણ મુજબ નિયત થયેલ પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેલ હતા. અથવા તો સોંપવામાં આવેલ આવાસનો કાયમી ધોરણે લાભાથી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ નથી અથવા તો ફાળવેલ આવાસનો અન્ય આસામી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી તમામ બાબતોને લક્ષમાં લઈ ૩૩૬ લાભાર્થીઓના આવાસ સક્ષમ કક્ષાએથી રદ્દ કરવામાં આવેલ છે.
રદ કરેલ આવાસ પરત મેળવીને મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી અરજીઓ મંગાવી પુનઃફાળવણી અર્થેની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. રદ કરેલ આવાસોના લાભાર્થીઓના ડ્રો લીસ્ટની વિગતે મૂળ સરનામા અપૂરતા હોવાથી વ્યક્તિગત ટપાલ મોકલવું શક્ય ન હોવાને કારણે લાભાર્થીઓનું લિસ્ટ લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP)ની સાઇટ ઉપર બિલ્ડિંગ પ્રમાણે (ફાળવેલ આવાસના સરનામે) ચૌટાડીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર પણ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

(1:04 AM IST)