News of Friday, 6th March 2026
પ્રેમલગ્ન બાદ પતિ સાથે ઝઘડો થતાં કચ્છમાં પત્નીએ જીવ દીધો
ખેત મજૂરી કરતા ગણપત સનાભાઇ ભૂરિયા અને તેમની પત્ની કિરણબેન (ઉ.૧૯) વચ્ચે બાઇકમાં નુકસાની જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતાં પત્ની કિરણબેને ગળે ફાંસો ખાધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : આજે સહનશીલતા ઘટી છે પરિણામે દાંપત્યજીવનનો નાનો મોટો ખટરાગ આત્મઘાતી બની રહ્યો છે. કચ્છના ભુજ તાલુકાના ચપરેડી ગામે ખેત મજૂરી કરતા દંપતી ગણપત સનાભાઇ ભૂરિયા અને તેમની પત્ની કિરણબેન (ઉ.૧૯) વચ્ચે બાઇકમાં નુકસાની જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતાં પત્ની કિરણબેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બંને પતિ પત્ની એ પ્રેમલગ્ન કર્યા હતા પણ સામાન્ય મુદ્દે થઈ રહેલા કંકાસે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
