News of Friday, 6th March 2026
કચ્છના ભચાઉમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી ભુવાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ
સાયલાના ભુવા વિક્રમ ભરવાડ અને મદદગારી કરનાર ૭ સહિત કુલ ૮ સામે પોલીસ ફરિયાદ, સાયલામાં વાડીએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬: કચ્છના ભચાઉ તા.ના નાની ચીરઈ ગામે મહિલા ઉપર દુષ્કર્મ આચરવા બાબતે એક ભુવા ઉપર નોંધાયેલી ફરિયાદે ચકચાર સર્જી છે. આ બનાવમાં એક મહિલા સહિત ૬ શખ્સોએ મદદગારી કરી હોવાની ફરિયાદ ભચાઉ પોલીસમાં નોધાઈ છે. ભોગ બનનાર મહિલાનો ફરિયાદ અનુસાર તેણીને અને તેના પતિને સાયલાના ભુવા વિક્રમ ભરવાડ અને ઉંમર બાદર જત, ઓસમાણ સાલેમામદ જત, અમીનાબેન ઓસમાણ જત સહિત અન્ય ૫ આરોપી મળી કુલ ૯ જણાએ રૂપિયા ડબલ બનાવી દેવાની લાલચ આપી હતી. આ લાલચમાં ફસાયેલા પતિ પત્નીને આરોપીઓ સાયલા ગામે વાડીમાં લઈ ગયા હતા. ત્યાં ભુવા વિક્રમ ભરવાડે તેના ઉપર નશીલો પદાર્થ છાંટી બેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અન્ય આરોપીઓએ મદદગારી કરી કોઈને પણ જાણ કરવાની મનાઈ કરી જાનથી મારી દેવાની ધમકી આપી હતી. ફરિયાદને પગલે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
