News of Friday, 6th March 2026
ઉનાઃ પતિ દ્વારા પત્નીની હત્યા પાછળ ચારિત્ર્યની શંકાઃ ૩ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
હત્યા કરીને ભાગવા જઇ રહેલ આરોપી પતિને લોકોએ ઝાડ સાથે બાંધીને પોલીસને જાણ કરી હતી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૬ :.. નજીકના ભેભા ગામે રસોઇ કરતી પત્ની ઉપર કામ ઉપરથી આવેલ પતિ ઉશ્કેરાઇ જઇને લોખંડના દસ્તા ના આડેધડ ઘા મારીને પત્નીની હત્યા કરી નાખી હતી. આ હત્યા પાછળ પતિ દ્વારા પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ભેભા ગામે દેવશી દાનાભાઈ બાંભણિયા ઉ. વ. ૩૭ બોટમાં માછીમારી કરવા મજૂરી કામ કરે છે.
હોળી ધૂળેટી ના તહેવારમાં વતન ઘરે આવેલ હતો. તેમની પત્ની લાખુબેન દેવસી ભાઈ ઉ.વ.૩૪ ઘરે રસોડા માં રસોઈ બનાવતી હતી. ત્યારે દેવસી ભાઈ અને પત્ની લાખુ બેન વચ્ચે કોઈ કારણ બાબતે ઝઘડો થયો હતો. વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. દેવસી ભાઈ ના મગજ માં કાળ સવાર થયો હોય તેમ ઉગ્ર થઈ ગયેલ ક્રોધ માં આવી ઘર માં રહેલ કુહાડી લઈ લાખુ બેન ઉપર જોર દાર હુમલો કરી ગળા ના ભાગે કુહાડી ના આડેધડ ઘા મારી લોહી લુહાણ કરી નાખી હતી અને લાખું બેન બેભાન થઈ પડી ગયા હતા.
આ ઝગડા નો અવાજ સાંભળી આજુ બાજુ ના લોકો ભેગા થઈ ગયા હતા. અને દેવસી ભાગવા જતા લોકો એ તેમને પકડી ઘર ની સામે એક ઝાડ સાથે હાથ અને પગ બાંધી દીધા હતા. અને ઊના પોલીસ સ્ટેશને જાણ કરતા ઊના ના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી અને પોલીસ ઇન્સ્પેકટર નિલેશ ભાઈ બી ચૌહાણ સ્ટાફ સાથે ઘટના સ્થળે ભેભા આવી ગયા હતા. આરોપી ને ઝાડ સાથે બાંધેલ ત્યાંથી છોડાવી કબજો લીધો હતો.લાખુ બેન ને ઊના સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ બજાવતા ડોક્ટરે તેમને મળત જાહેર કર્યા હતા.
પોલીસે આરોપી દેવસીની અટક કરી હુમલામાં વપરાયેલ કુહાડી કબ્જે કરી છે.
પતિ દેવસી બોટ માં માછી મારી કરવા જતો હોય લાખું બેન મજૂરી કામ કરી તેમના નાના બે દીકરા અને એક દીકરી નું ગુજરાન ચલાવતી હતી.
બાળકો ને ભણાવતી હતી માતા નું અવસાન થતા ત્રણ સંતાનો એ માતા ની છત્ર છાયા ગુમાવી છે. પિતા જેલ માં ગયા. છે પરિવાર વિખાઈ ગયો છે. નાના એવા ભેભા ગામ માં શોક છવાઈ ગયો છે. આ હત્યા પાછળ ચારિત્ર્યની શંકા હોવાનું કારણ બહાર આવ્યું છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
