તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th March 2026
અમરેલી જીલ્લામાં અપમૃત્યુના સાત બનાવ
અમરેલીમાં વળધ્ધનું હાર્ટ એટેક આવી જતા, મોટા માંડવડામાં પરણીતાનું બીમારીથી, નાના બારમણ તથા તોરીમાં ગામે યુવાનનું ગળાફાંસો ખાઈ જતા, દામનગરમાં વળધ્ધાનું, નવાખીજડીયામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા, શેત્રુંજી નદીમાં નાહવા પડતા અમરેલીના યુવાનનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬: અમરેલી જીલ્લામાં અપમળત્યુના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે ત્યારે જીલ્લામાં વધુ સાત અપમળત્યુના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા. અમરેલી રામપરા શેરી નં.૦૫માં રહેતા મનુભાઈ રામભાઇ ચાવડા ઉ.વ.૬૬નું હાર્ટ એટેક આવી જવાથી મોત નીપજયાનું ભગવતીબેન દિપકભાઈ ગોહીલે અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં અમરેલી તાલુકના મોટા માંડવડા ગામે મુળ કહવાડા તા. આણંદપુર રાજસ્થાન હાલ મોટા માંડવડા પ્રેમજીભાઈ કયાડાની વાડીએ કામ કરતા શ્રમિક પરીવારની કલીબેન મુકેશભાઈ રોત ઉ.વ.૩૫ને ટીબીની બીમારી હોય. અને શ્વાસ રૂંધાતો હોય. જે બીમારીના કારણે સારવાર દરમ્યાન મોત નીપજતાનું મુકેશભાઈ હરીભાઈ રોતે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કર્યું છે.
ત્રીજા બનાવમાં ખાંભા તાલુકાના નાના બારમણ ગામે અજયભાઈ અરજણભાઈ પરમાર ઉ.વ.૨૮ના પત્તિ ચારેક દીવસથી તેના માવતરના ઘરે રીસામણે જતા રહેલ હોય. જેથી પત્નિના વિયોગમાં અથવા અન્ય કોઈ કારણોસર પોતાની મેળે ગળોફાંસો ખાઈ લેતા મોત નીપજયાનું પિતા અરજણભાઈ પ્રેમજીભાઈ પરમારે ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ચોથા બનાવમાં અમરેલી સંધી સોસાયટી હુશેની ચોક ઓપન જેલની પાછળ રહેતી જેતુનબેન દિલાવરભાઈ બેલીમ ઉ.વ.૬૦ના પતિ મળત્યુ પામેલ હોય. માનસીક ચિંતા કરી ખોટી વાતો કરતા હોય. મનમાં ખોટા વિચાર આવતા મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે દામનગર બસ સ્ટેશન સામે સ્વદેશી મેળાના રમકડાનાં સ્ટોલે ઘઉં નાખવાનો ઝેરી પાઉડર પી જતા સારવાર દરમ્યાન મોત નીપજયાનું પુત્ર અજીતભાઇ દિલાવરભાઇ બેલીમે દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
પાંચમાં બનાવમાં અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામે રહેતા વિઠલભાઇ મુળજીભાઇ કણક ઉ.વ.૪૫ને છેલ્લા બે વર્ષથી માનસીક બીમારી હોય. અને સુસાઈડ કરવો છે મારે મરી જવું છે જેથી ઘઉંમાં નાખવાના બે ટીકડા પી જતા સારવાર દરમ્યાન મોત નીપજયાનું મુકેશભાઈ મધુભાઈ કણકે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. છઠ્ઠા બનાવમાં અમરેલી તાલુકાના વિઠલપુર ખંભાળીયા ગામે આવેલ શેત્રુંજી નદીમાં નાહવા પડતા અમરેલી બહારપરાના સમીર મહેશભાઈ સોલંકી ઉ.વ.૧૭નું પાણી પી જતા ડુબી જવાથી મોત નીપજયાનું પિતા મહેશભાઇ જીણાભાઇ સોલંકીએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
સાતમાં બનાવમાં વડીયાના તોરી ગામની ખાવડી તરીકે ઓળખાતી સીમમાં ભીખુભાઇ મનુભાઇ કાકડીયાની વાડીએ મુળ એમ.પીના ગજરીયા ખેલસિંહ અજનાર ઉ.વ.૨૫ને તેના વતનમાં જવું હોય. ખેતીની સીઝન પુરી થયા પછી જવાનું કહેતા મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે વાડીએ આવેલ લીમડાના ઝાડ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નીપજયાનું ધ્યાનસિંહ ખેલસિંહ અજનારે વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
