<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકના શ્રી ગણેશ : જુઓ વિડીયો

હરરાજીમાં મુર્હૂતના ભાવ એક કિલોના ૫૦૧ રૂપિયા ભાવ બોલાયા

( ભાવેશ ભોજાણી દ્વારા )  ગોંડલ : સૌરાષ્ટ્રનુ અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ જણસી સાથે ફળ ફૂટમાં પણ અવ્વલ દરજ્જો ધરાવે છે. ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું વિધિવત આગમન ગોંડલ યાર્ડમાં થતા કેરી રસિકો માટે સારા સમાચાર છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે પ્રથમ કેસર કેરીના ૪ બોક્સની આવક થઈ હતી જેના હરરાજીમાં મુર્હૂતના ભાવ એક કિલોના ૫૦૧ રૂપિયા ભાવ બોલાયા હતા.

(9:54 PM IST)