News of Saturday, 7th March 2026
અમરેલી બાદ હવે જામનગરમાં પેટ્રોલ-ડીઝલની અછતની ચર્ચા
દેશમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે તેવી ખાતરી: લોકોએ ગભરાવાની કે સંગ્રહાખોરી કરવાની જરૂર નથી.

અમરેલી બાદ હવે જામનગરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાઈ હતી . ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને ક્રૂડ ઓઇલની અછત અંગે જામનગરમાં ચર્ચા શરૂ થઈ છે. પરંતુ કેન્દ્ર સરકારની નીતિ અને આયોજનના કારણે હાલ ક્રૂડ ઓઇલના જથ્થા અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગલ્ફ દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત અવિરત ચાલુ રહેશે. જરૂર પડે તો રશિયા સહિત અન્ય દેશોમાંથી પણ આયાત કરવામાં આવશે. દેશમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે. લોકોએ ગભરાવાની કે સંગ્રહાખોરી કરવાની જરૂર નથી.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
