તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
મોરબીમાં રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિતના સ્થળોએ ફૂડ ચેકિંગ, ૧૬ વેપારીને નોટીસ
ખાધ પદાર્થોનું વેચાણ કરનાર રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરની દુકાનોમાં ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં ખાધ પદાર્થોનું વેચાણ કરનાર રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરની દુકાનોમાં ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું ૨૭ સ્થળોએ ચેકિંગ દરમિયાન ૧૬ વેપારીને નોટીસ ફટકારવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત ૨૭ એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન ગંભીર બેદરકારી બદલ ૧૬ વેપારીઓને નોટીસ આપી હતી અને વાસી ખોરાક તથા અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો મોરબીના વાવડી રોડ પર આવેલ મોમાઈ ફાસ્ટફૂડમાંથી હાઈજીન મેન્ટેન નહિ કરવા અને વધુ પડતો ફૂડ કલર મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો સાથે જ વાસી બટરનો નાશ કરાયો હતો મોરબી બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણ ફેમીલી હોટેલમાંથી વધુ પડતો ફૂડ કલર મળતા સ્થળ પર નાશ કરાયો હતો અને એક્સપાયરી ડેટ જતી રહી હોવાથી ખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
