<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

કચ્છના ભુજમાં આકાશમાં ડ્રોન જેવો ભેદી પદાર્થ દેખાયા : સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી

.ડ્રોન જેવી ચીજ વસ્તુઓ આકાશમાં દેખાતા કુતુહલ સર્જાયુ: સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

કચ્છના ભુજમાં આકાશમાં ડ્રોન જેવો ભેદી પદાર્થ જોવા મળ્યો છે.ડ્રોન જેવી ચીજ વસ્તુઓ આકાશમાં દેખાતા કુતુહલ સર્જાયુ છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  

રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભુજના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી વસ્તુ જેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં ફફડાટ છવાયો છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ભુજ શહેરના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા, ભીડ નાકા આસપાસના વિસ્તારોમાં આકાશમાં ભેદી પ્રકાશમય પદાર્થ દેખાયા બાદ થોડીક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ મામલે ભુજના ખગોળવિદ્દે ડ્રોન જેવી દેખાતી વસ્તુ આકાશમાં બહુ ઊંચાઈએ ન હોવાનું જણાવ્યું હતું. 

(12:45 AM IST)