તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
કંડલા, મુન્દ્રા પોર્ટના વ્યાપાર ઉપર યુદ્ધની ભારે અસર: વોર રિસ્ક પ્રિમિયમના નામે શિપિંગ ચાર્જમાં ૧૦ ગણો ભાવ વધારો
માલ હજી રસ્તામાં અટવાયેલો, હોર્મુઝ સ્ટેટ હજી ખુલ્યું નથી?, નવા સાથે જૂના શિપમેન્ટમાં ભાવ વધારો ઝીંકી દેવાતા નિકાસકારોને નુકસાની, ગાંધીધામ ચેમ્બર દ્વારા અગત્યની બેઠક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : ઈરાન, ઈઝરાયલ અને યુએસ વચ્ચેના યુદ્ધની ભારે અસર કચ્છના શિપિંગ ઉદ્યોગ ઉપર પડી છે. આ સંદર્ભે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની અગત્યની બેઠક મળી હતી. જેમાં વોર રિસ્કના નામે પ્રીમિયમમાં ૧૦ ગણો વધારો ઝીંકી દેવાયો છે. આ અસર જૂના રવાના થયેલા શિપમેન્ટ ઉપર પડી હોઈ નિકાસકારોને નુકસાની જાય તેવી પરિસ્થિતિ છે. જોકે, યુદ્ધની અસાધારણ પરિસ્થિતિમાં વોર પ્રીમિયમ લાગુ પડે છે. તે ઉપરાંત વધારાનો સરચાર્જ, ઓપરેશનલ ચાર્જ વસૂલાય છે. પરંતુ આ બધાની અસર સીધી જ વ્યાપાર ઉપર પડતી હોઈ આયાત નિકાસના વ્યાપારીઓ ઉપર આર્થિક ભારણ વધ્યું છે. બીજી બાજુ હોર્મુઝ સ્ટેટ ચાલુ કરવાની જાહેરાત કરાઈ છે પણ હજી ચાલુ થઈ નથી. એટલે જહાજોને ફરો ખાઈને આવવું પડે એ સંજોગોમાં ભાડા વધી જાય છે. યુદ્ધના કારણે સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન, કતારનો કાર્ગો દુબઈ અને શારજાહ પોર્ટ ઉપર ઉતારી દેવાતા તે માલ પાછો મંગાવવા માટે પણ વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
