તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
કેશોદમાં વેપારી પર ૨ શખ્સનો હુમલો, પિતા, પુત્રને ઇજા
દુકાનમાં પ્રવેશીને પણ માર માર્યાની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ :.. કેશોદમાં વેપારી પર ૨ શખ્સે હુમલો કરી પિતા, પુત્રને ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો એવી છે કે, કેશોદમાં ગર્લ્સ સ્કુલ સામે રહેતા યશભાઇ પ્રદીપભાઇ વ્યાસ ઉ.વ. ૨૨ નામના વેપારી ગઈકાલે સવારે તેના મોટા બાપુજીને ફોરવ્હીલમા દવાખાને લઇને જતા હતા. ત્યારે બસ સ્ટેશન પાસે દેવાંગભાઇ રમેશભાઇ ભોપાળા નામના શખ્સે તેની મોટરસાયકલ લઇને ફરીની કર્ણોત ઓવરટેક કર્યો હતો અને યુવાનને ગાળો કાઢી ફોરવીલનો કાચ તોડી નાખી થપડ મારી હાથના ભાગે બચકુ ભરી લીધું હતું.
ત્યારબાદ ફરીથી સાંજના સમયે યુવાન અને તેના પિતા તેની દુકાને હાજર હતા ત્યારે દેવાંગભાઇ રમેશભાઇ ભોપાળા અને એક અજાણ્યા શખ્સે આવી દુકાનમા ગુનાહીત અપ પ્રવેશ કરી લોખંડના સળીયાથી પિતા, પુત્રને માર મારી ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે વેપારી યુવાનની ફરિયાદ લઈ પોલીસે કાર્યાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
