News of Saturday, 7th March 2026
ઉપલેટાઃ રેન્જ આઇજીની વરણીને આવકારતા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૭: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સુરક્ષા ને ધ્યાને લઈ ગ્રહ વિભાગ દ્વારા જુનાગઢ રેન્જ આઈ જી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમા ની નિમણૂક કરવામા આવેલ છે તેઓ અગાઉ વડોદરા એસઆરપીએફ ગ્રુપ નવ ના કમાન્ડર અને ભરૂચના એસપી તરીકે સેવા આપી ચૂકયા છે ૨૦૦૫ અને ૬ માં જીપીએસસી માં રાજ્યભરમાં ટોપર રહેલા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોતાની કડક છબી અને શિસ્ત માટે જાણીતા છે ખાસ કરી કોરોના સમયમાં ભરૂચમાં તેમની ઉત્કળષ્ટ કામગીરી બદલ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા હતા તેમની જૂનાગઢ રેન્જ ના આઈ જી તરીકેની મહત્વની જગ્યા ઉપર નિમણૂકને રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન અને ભાયાવદર રાજપૂત સમાજના સેવાભાવી કાર્યદક્ષ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાએ આવકારી અભિનંદન પાઠવેલ છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
