<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સુરેન્‍દ્રનગર જીલ્લા આચાર્ય સંઘની કારોબારી મિટીંગઃ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયોનો સંકલ્‍પ

 

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ, તા.૬: સુરેન્‍દ્રનગર જિલ્લા આચાર્ય સંઘની પ્રથમ કારોબારી મિટિંગ કે.પી. બોયઝ સ્‍કુલ મા મળી જેમાં મહામંત્રી શ્રી યુવરાજસિંહ દ્વારા શબ્‍દો શાબ્‍દિક સ્‍વાગત કરી અને એજન્‍ડા મુજબ કાર્યવાહી આગળ વધારવામાં આવી સૌપ્રથમ જિલ્લા આચાર્ય સંઘના અધિવેશન ના સ્‍થળ અને કાર્યક્રમ બાબતે ચર્ચા કરી બહાલી આપવામાં આવી ત્‍યારબાદ સુરેન્‍દ્રનગર જિલ્લામાંથી રાજ્‍યના બે પ્રતિનિધિઓની નિયુક્‍તિ કરવાના એજન્‍ડા મુજબ   પ્રમુખશ્રી સુનિલભાઈ દ્વારા મનુભાઈ જોગરાણા તથા શ્રી મુકેશભાઈ ઉપાધ્‍યાય ની દરખાસ્‍ત કરવામાં આવતા સર્વે બહાલી આપી. અધ્‍યક્ષ શ્રી આર કે ગોહિલ સાહેબ દ્વારા ઓપીએસ ફાઈલ અને સેવા જોડાણ અંગે ઓફિસ દ્વારા થયેલ કાર્યવાહીની માહિતી તથા તે અંગે જે રજૂઆતો થઈ તેની વિસ્‍તળત માહિતી આપી. અધિવેશનના કન્‍વીનર તરીકે સંદીપભાઈ પટેલ તથા સહ કન્‍વીનર તરીકે ગજેન્‍દ્રસિંહ ઝાલા સાહેબ ની નિમણૂક કરવામાં આવી તથા અત્‍યાર સુધીની સંઘની કાર્યવાહી તથા ઓફિસમાં થયેલ પ્રશ્નોની રજૂઆત અને રાજ્‍ય લેવલના જે પ્રશ્નો છે તેની વિસ્‍તળત છણાવટ આ કારોબારીમાં કરવામાં આવી પ્રથમ કારોબારીમાં ખૂબ જ ઉત્‍સાહ પૂર્વક તમામ સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા તે અંગે અધ્‍યક્ષ શ્રી પ્રમુખશ્રી તથા મહામંત્રી શ્રી દ્વારા સર્વનો આભાર માનવામાં આવ્‍યો અને આગામી સમયમાં આચાર્યશ્રીઓ એક બનીને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન કરીને સુરેન્‍દ્રનગર જિલ્લાની ગ્રાન્‍ટેડ સ્‍કૂલમાં વધુને વધુ સારું પરિણામ આવે ગ્રાન્‍ટેડ સ્‍કૂલોમાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે અને જિલ્લા ના શિક્ષણ નુ સ્‍તર રાજ્‍ય લેવલે  નોંધપાત્ર રહ્યું છે. તે જળવાઈ રહે અને વિદ્યાર્થી હિતલક્ષી કાર્યવાહીઓ સારામાં સારી રીતે થાય તે અંગે સર્વે  સંકલ્‍પ કર્યો હતો.

(11:40 AM IST)