News of Saturday, 7th March 2026
જૂનાગઢના ડુંગરપુરમાં ૨ મકાનના તાળા તોડી ૮૯,૭૦૦ની મત્તાની ચોરી
તસ્કરોએ એક ઘરને ધોળા દિવસે અને બીજાને રાત્રે નિશાન બનાવતા લોકોમાં ફફડાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૭: જૂનાગઢના ડુંગરપુરમાં એક મકાનમાં ધોળા દિવસે અને બીજા મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ૮૯,૭૦૦ની મત્તાની ચોરી કરી નાસી જતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના પ્રદીપભાઈ પરબતભાઈ મઘોડીયા ગઈ તારીખ ૧૯ ડિસેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે મકાનને તાળુ લગાવી કરિયાણાનો સામાન લેવા ગયા હતા. બપોરના ૧૧:૪૫ વાગ્યા સુધી બંધ મકાનના રૂમમાં રહેલ કબાટમાંથી તસ્કરો રૂપિયા ૭૨ હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.
અન્ય એક કિસ્સામાં ડુંગરપુરના સુરેશભાઈ મંગાભાઈ ચાંડપા તેના પત્નીને રાજકોટ ખાતે ટેટની પરીક્ષા આપવાની હોવાથી ગઈ તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ મકાનને તાળા લગાવી રાજકોટ ગયા હતા. આ દરમિયાન તેના બંધ મકાનને રાત્રિના નિશાન બનાવી તસ્કરો રૂપિયા ૧૩,૭૦૦ની રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરીના બનાવ અંગે પ્રદીપભાઈ અને સુરેશભાઈએ શુક્રવારે ફરિયાદ કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
