હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IGP જાજડીયાની વડોદરા બદલી, રાજેન્દ્રસિંહ ચુડાસમા મુકાયા
જૂનાગઢ નવા રેન્જ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સોમવારે ચાર્જ સંભાળશેઃ IGP નિલેશ જાજડીયાની વડોદરા શહેરમાં બદલી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૭: જુનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડીયાની વડોદરા શહેરમાં બદલી થતા તેમની જગ્યાએ આવેલા નવા રેન્જ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સોમવારે ચાર્જ સંભાળશે.
શુક્રવારે લાંબી પ્રતીક્ષા બાદ સરકાર દ્વારા એક સાથે ૩૭ આઈપીએસની બદલી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં આવતા તમામ જિલ્લાની રેન્જના વડાની ફેરબદલ કરવામાં આવી હતી. આ સાથે જૂનાગઢ રેન્જ વડાની બદલી કરવામાં આવતા ગઈ તારીખ ૧લી ઓગસ્ટ ૨૦૨૩થી જૂનાગઢ રેન્જના આઈજીપીની ફરજ બજાવતા નિલેશ બી. જાજડિયાની ટ્રાન્સફર બરોડા ખાતે કરવામાં આવી છે.
૨૦૦૬ની બેચના આઇપીએસ જાજડિયાની બદલી કરી તેઓને વડોદરા સેક્ટર ૨, ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડરના જેસીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓની જગ્યાએ ૨૦૧૧ની બેચના આઇપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમાને ડીઆઈજીપી તરીકે મૂકવામાં આવ્યા છે.
નવા રેન્જ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં હતા. આખરે ૩૭ આઈપીએસની સરકાર દ્વારા બદલી કરવામાં આવતા તેમાં રાજેન્દ્રસિંહ ચુડાસમાને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેઓ સોમવારે જુનાગઢ રેંજના વડાનો કાર્યભાર સંભાળી નવી ફરજના શ્રીગણેશ કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
