<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સુરેન્‍દ્રનગરના કચોલીયામાં પાણીનો ટાંકો તૂટી પડતા મહિલાનું મોત

ટાંકાની કામગીરી નબળી થઇ હોવાનો આક્ષેપઃ સરપંચ સહિતનાં સામે ફરિયાદ કરવા માંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૭: સુરેન્‍દ્રનગર જિલ્લાના કચોલીયા ગામ ખાતે હલકી ગુણવત્તાનો માલ વાપરી અને બનાવવામાં આવેલી ટાંકી એકાએક ધડાકા સાથે તૂટી પડતા જેના કાટમાળ નીચે મહિલાનું દબાઈ જતા કમ કમાટી ભર્યું મોત નીપજ્‍યું છે ત્‍યારે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ જેવા પામ્‍યો છે અને આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ આ વિસ્‍તારના લોકો પણ ઘટના સ્‍થળ ઉપર દોડી આવ્‍યા છે અને સરકારી તંત્ર ઉપર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે ત્‍યારે તાત્‍કાલિક અસર એ લોકો ભેગા થઈ અને મહિલાના મળતદેને કાટમાળ નીચે દબાયેલો હતો તેને બહાર કાઢી અને પીએમ માટે ખસેડવાની તાજવી જાત ધરવામાં આવી હતી આ ઘટનાની જાણકારી મળતા તાત્‍કાલિક અસરે પોલીસ પણ ઘટના સ્‍થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી રહી હતી.

આ મહિલા પોતાના ઘરના ફળિયામાં કામકાજ કરી રહ્યા હતા અને ઘરના અન્‍ય લોકો હજુ નિંદ્રા માણી રહ્યા હતા ત્‍યાં જ આ ટાંકી તૂટી પડતા અને મહિલા દબાઈ જતા આખા પરિવારજનોમાં પણ આક્રોશ ફેલાવવા પામ્‍યો છે ત્‍યારે વહેલી સવારે આ ટાંકી પડવાની ઘટના બની નહિતર જો થોડી મોડી ટાંકી પડી હોત તો હાખો પરિવાર પણ આ ઘટનામાં ભોગ બની શકે ત્‍યારે હાલતો આખા ગામમાં હારેરાથી ભર્યો માહોલ સર્જાયો છે

(1:27 PM IST)