<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું મુહુર્તઃ એક કિલોના રૂા.પ૦૧ પ્રથમ ૪ બોકસની આવકઃ ચેરમેન અલ્‍પેશ ઢોલરીયા

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી ની આવકના શ્રી ગણેશ થયા છે. સૌરાષ્‍ટ્રનુ અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ જણસી સાથે ફળ ફ્રુટમાં પણ અવ્‍વલ દરજ્જો ધરાવે છે. ફળો નો રાજા ગણાતા કેસર કેરી નું વિધિવત આગમન ગોંડલ યાર્ડ માં થતા કેરી રસિકો માટે સારા સમાચાર છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયા એ જણાવ્‍યું હતું કે પ્રથમ કેસર કેરી ના ૪ બોક્‍સ ની આવક થઈ હતી જેના હરરાજીમાં મુર્હૂત ના ભાવ એક કિલોના ૫૦૧ રૂપિયા ભાવ બોલાયા હતા.

(11:52 AM IST)