દ્વારકાના રાંદલ ધામ ખાતે રવિવારે વૈશ્વિક માઁ રાંદલ મહોત્સવ
૧ર૦૦થી વધુ કુમારિકાઓ રાંદલ સ્વરૂપ ધારણ કરશે

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા.૬: દ્વારકાના કકલાસ કુંડ પાસે આવેલા શ્રી રાંદલ ધામ ખાતે રાંદલ માતાજીના સમૂહ લોટા તેડવાનું ભવ્યાતિભવ્ય આયોજન આગામી તા.૦૮-૦૩-૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ૧૨૦૦ થી વધુ કુમારિકાઓ રાંદલ સ્વરૂપ ધારણ કરશે. આયોજકો દ્વારા આ અંગે તૈયારીઓ પરિપૂર્ણ કરી છે. રાંદલ માતાજીના ર(બે) લોટા તેડવાનો ખર્ચ રૂા.ર૧૦૦ છે. માતાજીના લોટા તેડવા માટે કોઈપણ ગામ શહેરના માઈભકતો નામ નોંધાવી શકે છે. નામ નોંધવાની છેલ્લી તા.૦૬-૦૩-૨૦૨૬ છે. રાંદલ માતાજીના લોટા ઉત્સવ અંતર્ગત આગામી તા.૮મી માર્ચને રવિવારના રોજ સવારે ૮-૦૦ કલાકે માતાજીનું પૂજન, બપોરે ૧૧-૦૦ કલાકે કુમારિકા ભોજન, સાંજે ૬-૦૦ કલાકે ઘોડો ધુમાશે, રાત્રે ૮-૩૦ કલાકે નિજમંદિરમાં મહાઆરતી થશે. તા.૯મી માર્ચના સવારે ૮-૦૦ કલાકે ઉત્થાપન થશે. સમગ્ર ધર્મોત્સવના યજમાન સૂર્યનારાયણ દેવ તથા સત્યનારાયણ દેવ રહેશે. વધુ માહિતી માટે મો.નં.૯૯૭૪૨૫૫૨૬૨ પર સંપર્ક કરવો. (તસ્વીરઃ દિપેશ સામાણી, દ્વારકા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
