<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ખીરસરા-મોટાવડાના રસ્‍તે કારની ઠોકરે અરવિંદભાઇ બાદ તેમના કુટુંબી ભાઇ શીવાભાઇ પાંભરનું પણ મોત

લોધીકા-મેટોડા વિસ્‍તારના રસ્‍તાઓ પર ત્રણ દિવસમાં અકસ્‍માતમાં છનો ભોગ લેવાયો બંને સાત હનુમાન મંદિર પાસે લગ્નપ્રસંગમાં હાજરી આપી ખેડુત પરત આવતાં હતાં ત્‍યારે બનાવઃ બે દિવસમાં બે મોભી ગુમાવતાં પાંભર પરિવારોમાં ગમગીનીઃ મેટોડા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા.૭: લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્‍ચેના રસ્‍તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્‍ધનું મોત થયું છે. જ્‍યારે તેમના કુટુંબી ભાઇને પણ ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. તેમણે પણ દમ તોડી દેતાં પાંભર પરિવારે બે દિવસમાં બે મોભી ગુમાવી દીધા છે. આ બંને કુટુંબી ભાઇઓ ખીરસરા નજીક સાત હનુમાન મંદિર પાસે સગાનો લગ્નપ્રસંગ હોઇ તેમાં હાજરી આપી ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોટાવડા ગામે રહેતાં અરવિંદભાઇ વાઘજીભાઇ પાંભર (ઉ.વ.૬૫) અને તેના કુટુંબી ભાઇ શીવાભાઇ નરસીભાઇ પાંભર (ઉ.વ.૭૫) બંને હોન્‍ડા પર બેસી ખીરસરા નજીકના સાત હનુમાન મંદિર પાસે સગાનો લગ્નપ્રસંગ હોઇ તેમાં જમણવારમાં હાજરી આપવા ગયા હતાં. ત્‍યાંથી પરત ફરતી વખતે સાંજે સાડા આઠેક વાગ્‍યે ખીરસરા-મોટાવડા વચ્‍ચેના રસ્‍તા પર હતાં ત્‍યારે એક કારના ચાલકે બાઇકને ઠોકરે લેતાં બંને ભાઇઓ ફંગોળાઇ ગયા હતાં. કારમાં પણ ભારે નુકસાની થઇ હતી. અકસ્‍માતમાં શીવાભાઇ પાંભરને પણ ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતાં. દરમિયાન તેમનું પણ મૃત્‍યુ થયું છે.ે કાર મુકી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મેટોડાથી બી. એમ. ગોસાઇના જણાવ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર શીવાભાઇ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. લોધીકા તાલુકાના મેટોડા, જીઆઇડીસી તેમજ ખીરસરા વિસ્‍તારમાં યમરાજાએ અડીંગો જમાવ્‍યો હોઇ તેમ ત્રણ દિવસમાં છ લોકો વાહન અકસ્‍માતમાં કાળનો કોળીયો બની ગયા છે.

(1:13 PM IST)