News of Saturday, 7th March 2026
પૂ.મોરારીબાપુના આર્શીવાદ લેતા પિનાકી મેઘાણી

રાજકોટ, તા.૭: મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મળતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે ૦૭ થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુના શ્રીમુખે દિવ્ય અને ભવ્ય માનસ મેઘાણી રામકથાનું આયોજન કરાયું છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ બગસરા ખાતે પૂ. મોરારીબાપુના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ હૃદયથી આભાર માન્યો હતો. વાલજીભાઈ પિત્રોડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પૂ.મોરારીબાપુની પાવન નિશ્રામાં મેઘાણી વંદના અંતર્ગત સ્વરાંજલિ તથા સ્મરણાંજલિનું પણ વિશેષ આયોજન કરાયું છે.
માનસ મેઘાણી રામકથાને સફળ બનાવવા અમરેલી જિલ્લાના લાઠીના મૂળ વતની અને અમેરિકા નિવાસી મનોરથી હર્ષાબા ગોહિલ પરિવાર તથા ભરતભાઈ ચાંદ્રાણી (જલારામ વીરપુર), ચિમનભાઈ વાઘેલા (મહુવા), લવકુભાઈ વાળા (હાલરીયા) અને સાથીઓ તેમજ પિનાકી મેઘાણી (અમદાવાદ), લોકગાયક અભેસિંહ રાઠોડ (ભરૂચ) અને વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) લાગણીથી પ્રેરાઈને જહેમત ઠાવી રહ્યાં છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
