હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોડીનારના ઘાટવડમાં વિજ વાયર તૂટી પડતા ૨ મોતઃ આઘેડ ગંભીર
બાઇક ઉપર જઇ રહયા હતા ત્યારે ૧૧ કે.વી.નો વિજવાયર તૂટી પડતા દુર્ઘટના સર્જાઇઃ વિજતંત્ર સામે ગામલોકોમાં ભભૂકતો રોષ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૭: ગીર સોમનાથમાં કાળમુખો વીજતાર તૂટતા મોટી દુર્ઘટના સર્જાતા બે આશાસ્પદ યુવાનોના કરૂણ મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવાડ ગામે આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે પર પસાર થઈ રહેલા ત્રણ ખેડૂતો પર અચાનક ૧૧ KVની હાઈટેન્શન લાઈનનો વીજ વાયર તૂટી પડતા બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક આઘેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
બાઈક પર જઈ રહેલા ત્રણ વ્યક્તિઓ ઉપર વીજવાયર તૂટી પડતા મયુરધ્વજસિંહ ઝાલા અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમાનું મોત થયુ છે.
આ અકસ્માતમાં એક આઘેડ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેઓ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મળતક યુવાનોના દેહને પોસ્ટમોર્ટમ અર્થે કોડીનારની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે ઘાંટવાડ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિકોમાં વીજ તંત્રની બેદરકારીને લઈને પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. બે યુવાનોના અકાળે અવસાનથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
