હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શરમજનકઃ મોરબીના આંદરણા ગામે ચાલુ કલાસે શિક્ષકે બાળકો સામે દારૂના પેગ માર્યો!
વાલીઓએ જાણ કરતા પોલીસ આવતા નશાખોર શિક્ષક નાસી છૂટયોઃ શિક્ષક દારૂ પીતા હોય તેવો વિડીયો ઉતારી લેવાયોઃ સરપંચના પતિ ફરીયાદી બન્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૭ : આને કેમ ગુરૂ કેવો?? મોરબીના આંદરણા ગામના શિક્ષકે સરકારી શાળામાં ચાલુ કલાસે બાળકોને ભણાવતા ભણાવતા દારૂના પેગ ભરી નશામાં ચકચૂર બની જતા બાળકોએ વાલીઓને કરેલી જાણ બાદ નિવળત આર્મીમેન અને મહિલા સરપંચના પતિએ પોલીસ બોલાવતા નશાખોર શિક્ષક નાસી ગયો હતો. ઘટના અંગે સરપંચના પતિએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સમાજ માટે લાલબત્તીરૂપ કિસ્સાની વિગત જોઈએ તો મોરબી તાલુકાની આંદરણા ગામની સરકારી શાળા નંબર એ-૦૧માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઇ ખીમજીભાઈ પરમાર રહે.ચરાડવા વાળા ગઈકાલે ચાલુ શાળાએ બાળકોને ભણાવતા ભણાવતા બાળકોની સામે જ દારૂના પેગ ભરીને ભાન ભૂલ્યા હોવાથી બાળકોએ વાલીઓને જાણ કરતા નિવળત્ત આર્મીમેન અનિલભાઈ કાંતિભાઈ સંઘાણીએ મહિલા સરપંચના પતિ નિતેશભાઈ મનજીભાઈ ચાવડાને જાણ કરતા બન્ને અગ્રણીઓ શાળાએ પહોંચ્યા હતા.જ્યાં શિક્ષક હોશ ગુમાવી નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું. જેથી ઘટનાનો વીડિયો ઉતારી પોલીસને જાણ કરી હતી.જો કે, પોલીસ આવે તે પહેલાં જ નશાખોર શિક્ષક નાસી ગયો હતો.બનાવ સ્થળેથી પોલીસે પ્લાસ્ટિકની થેલીમાં રહેલી વિદેશી દારૂની ૫૦૦ મીલી ભરેલી બોટલ સહિતની સામગ્રી કબ્જે કરી સરપંચના પતિ નિતેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
