News of Saturday, 7th March 2026
પિતાએ મોપેડ ચલાવવાની ના પાડતા સગીરે ફાંસો ખાધો જામનગર વિસ્તારમાં બે વાહન અકસ્માત : બેના મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: જામનગર-ખંભાળીયા હાઈવે રોડ, દિલ્લી પબ્લીક સ્કુલની સામે મણીભદ્ર વિલામાં રહેતા પ્રતાપભાઈ નરસિંહભાઈ બામણીયા, ઉ.વ.૬૦ વાળા એ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે રાકેશભાઈ પ્રતાપભાઈ બામણીયા, ઉ.વ.૧૬ વાળા ને તેમના પિતા પ્રતાપભાઈ મોટરસાયકલ ચલાવવા આપતા ન હોય જે બાબતનું મનમાં લાગી આવતા પોતે પોતાને હાથે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.
લાલપુર પોલીસ સ્ટેશનમાં રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, ઉ.વ.ર૩, રે. સેવક ધુણીયા ગામ, તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, હરીપર પ્રણામી પેટ્રોલ પપંની સામે આરોપી સફેદ કલરની સ્વીફટ કાર જેના રજી.નં. જી.જે.૦૩-કેસી-૮૮૯૬ નો ચાલકે પોતાની ફોરવ્હીલ પુરઝડપે ચલાવી ફરીયાદી રવિરાજસિંહ ના મોટા બાપુ દિલુભા ભાવસંગ જાડેજા, ઉ.વ.૬પ વાળાના મોટરસાયકલ જેના જી.જે.૧૦-એબી-૯૯પ૭ સાથે ઠોકર મારતા મરણજનાર દિલુભા રોડ ઉપર નીચે પાડી જઈ ડાબા પગ તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે ઈજાઓ કરી મૃત્યુ નિપજાવી ગુનો કરેલ છે.
સિકકા પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ નટવરભાઈ ડાભી, ઉ.વ.ર૦, રે. કારાભુંગા, દિગ્વીજયગ્રામ, સિકકા વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,ર૪-ર-ર૦ર૬ ના જામનગર-ખંભાળીયા હાઈવે રોડ પર સાપર પાટીયા થી આગળ રોડ પર આરોપી સનીકુમાર રામનરેશ પંડીત, ઉ.વ.૩૩ વાળા હિરો સ્પેલન્ડર મોટરસાયકલ જી.જે.૧૦ ઈજી ૧૩પર વાળુ ફરીયાદી પરેશભાઈનું મોટરસાયકલ ચલાવતા હોય અને ફરીયાદી પરેશભાઈ પાછળ બેઠા હોય આરોપી સનીકુમાર મોટરસાયકલ ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે તેમજ રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે મોટરસાયકલ ચલાવતા મોટરસાયકલ ના આગળના વીલમાં ભડાકો થતા બેલેન્સ ગુમાવતા પીલોર સાથે મોટરસાયકલ ભટકાડી પોતાને ગંભીર ઈજા પહોંચાડી સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.
કે.વી.રોડ પરથી મોટરસાયકલ ચોરી
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિપેશભાઈ ચંદુલાલ લખીયર ઉ.વ.૩પ, રે. દડીયા ગામ, તા.જિ. જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દિપેશભાઈનું મોટરસાયકલ હોન્ડા કંપનીનું કાળા કલરનું ર૦ર૦ ના મોડલનું ડ્રીમ-૧૦૦ સી.સી. જી.જે.૧૦-એલ કયુ-૩ર૦૧ વાળુ જેની કિંમત રૂ.૩૦,૦૦૦/- નું કોઈ અજાણ્યો ચોર ઈસમ કે.વી.રોડ, એમ.એમ.ગ્લાસ વાળા પાસે રોડ ઉપરથી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
દલાલી પેટે મળેલ જમીન પરત આપી રૂપિયા અપાવી દેવા ધાક ધમકી આપ્યાની રાવ
પંચ એ પોલીસ સ્ટેશનમાં ભીખુભાઈ પોપટભાઈ ચાંગાણી, ઉ.વ.૬૦, રે. ખીજડીયા (સોલ્ટ) ગામ, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-ર-ર૦ર૬ ના ફરીયાદી ભીખુભાઈ તથા સાહેદ પોતાના ઘરે હાજર હોય ત્યારે ત્યાં આરોપીઓ નારણભાઈ કારાભાઈ બેરા, વિજયભાઈ ગોવિંદભાઈ પટેલ, મનીશભાઈ રતીલાલ પણાસરા, નારણભાઈનો ભત્રીજો ફરીયાદી ભીખુભાઈના ઘરે આવીને કહેલ કે તે મને જે સુરતના ખેડુત ઈબ્રાહીમભાઈ પાસેથી ખેતીની જમીન વેચાણી દલાલી પેટે અપાવેલ હતી અને હવે અમારે તે જમીન જોઈતી નથી અને મને અમારા રૂપિયા તે ખેડુત પાસેથી પરત અપાવી દેજે તેમ કહી ફરીયાદી ભીખુભાઈને આરોપી નારણભાઈ એ એકદમ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો આપી બોલી અને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી ભીખુભાઈ તથા સાહેદ પીયુશભાઈને શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી તેમજ ફરીયાદી ભીખુભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
