<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ પર દિનદયાળ હોલ નજીક બનાવાયેલા નવા રોડ પર ડામર પીગળવા લાગ્યું!!

તાપમાન માત્ર 35 ડિગ્રી નજીક હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા

સુરેન્દ્રનગરમાં નવા બનેલા ડામરના રસ્તાઓની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે. શહેરના 80 ફૂટ રોડ પર દિનદયાળ હોલ નજીક બનાવાયેલા નવા રોડ પર ડામર પીગળવા લાગ્યું છે. તાપમાન માત્ર 35 ડિગ્રી નજીક હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રસ્તાની હાલત બગડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

 

(8:38 PM IST)