હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં રેડીમેઇડ કાપડની દુકાનમાં ભીષણ આગ ભભૂકી
બચાવ કામગીરી દરમિયાન દુકાનના કાચ તૂટવાથી એક વેપારીને ગંભીર ઇજાઓ પહોંચી:રેડીમેઇડ કાપડનો તમામ જથ્થો અને ફર્નિચર બળીને ખાખ

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલા વ્યસ્ત આંબાવાડી વિસ્તારમાં આજે આગની એક ગમખ્વાર ઘટના બની છે. અહીં આવેલા સમ્રાટ શોપિંગ સેન્ટરમાં એક રેડીમેઇડ કાપડની દુકાનમાં અચાનક આગ લાગતા જોતજોતામાં સમગ્ર દુકાન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી
આગ લાગતા જ આસપાસના અન્ય વેપારીઓ સતર્ક થઈ ગયા હતા અને તુરંત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકો અને અન્ય વેપારીઓએ એકઠા થઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ કામગીરી દરમિયાન દુકાનના કાચ તૂટવાથી એક વેપારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વેપારીઓની સમયસૂચકતાને કારણે આગ અન્ય દુકાનોમાં ફેલાતી અટકી હતી, મોટી જાનહાનિ અને વધુ નુકસાન ટળી ગયું હતું.
ઘટનાની જાણ થતા જ કેશોદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે દુકાનમાં રહેલો રેડીમેઇડ કાપડનો તમામ જથ્થો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે વેપારીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
