હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૮ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે સાઇકલ રેલી*
આ સાયકલ રેલીમાં વિવિધ શાળાના 63 કેડેટ્સ, ૨ એસોસિએટ એનસીસી ઓફિસર્સ, ૨ કેરટેકર ઓફિસર્સ, 12 પીઆઇ સ્ટાફ સહિતનો સ્ટાફ જોડાયો હતો

જામનગર : આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે વહેલી સવારે સાઇકલ રેલી યોજવામાં આવી હતી.
બેડેશ્વર સરકારી કોલોની સ્થિત નેવલ યુનિટથી બેડી પોર્ટ સુધીની આ સાયકલ રેલીમાં વિવિધ શાળાના 63 કેડેટ્સ, ૨ એસોસિએટ એનસીસી ઓફિસર્સ, ૨ કેરટેકર ઓફિસર્સ, 12 પીઆઇ સ્ટાફ સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ સાયકલ રેલીનું ફ્લેગ ઓફ, સેકન્ડ ઓફિસર તોરલ ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ રેલી અંતર્ગત કેડેટ્સ દ્વારા
નારીશક્તિના મહાત્મ્યને દર્શાવતું નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુંદર ચિત્રો પણ દોરવામાં આવ્યા હતા. આ રોમાંચક સાયકલ રેલીમાં એનસીસીના એકતા તથા અનુશાસનના ઉદ્દેશ્યને સાકાર કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાયનો સંદેશ
નારીએ નવસર્જન અને નેતૃત્વના સમન્વયને સાકાર કરતું ઈશ્વરનું અદભુત સર્જન છે. માતા, પુત્રી, પત્ની, બહેન વિવિધ રૂપોમાં નારી શક્તિના સંયમ,શક્તિ,સર્જન, સમર્પણના અનેક પાસાઓ દુનિયાને સંવેદનશીલતા અને જીવંતતાથી ધબકાવે છે.
સંરક્ષણક્ષેત્રની સેવાઓથી અવકાશયાત્રા સુધીના તમામ ક્ષેત્રમાં નારી સામર્થ્યની અતુલ્ય ઝલક દુનિયાને અનુકરણીય દ્રષ્ટાંતો આપી રહી છે.
આજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ નારીશક્તિને સલામ કરી તેમને ઉતરોતર પ્રગતિ માટે શુભકામના પાઠવું છું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
