<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

કચ્‍છ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી પ્રતિભા સન્‍માન દ્વારા મહિલા દિનની ઉજવણીઃ મા, માતૃભૂમિ અને માતૃભાષા એ સ્‍ત્રી શક્‍તિના પ્રતીકો

ભારતીય જનતા પાર્ટી હર હંમેશ સમાજમાં મહિલાઓના યોગદાન, શક્‍તિ અને સન્‍માનને ઉજાગર કરવા માટે પ્રયત્‍નશીલઃ કચ્‍છના સાંસદ વિનોદભાઈ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯: કચ્‍છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા ભાજપ મધ્‍યસ્‍થ કાર્યાલય ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્‍કળષ્ટ કાર્ય કરતી મહિલા પ્રતિભાઓનું તેઓની અફુતિમ પ્રેરણાદાયી કામગીરી બદલ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

કચ્‍છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ અવસરે જણાવ્‍યું હતું કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ સમાજમાં મહિલાઓના યોગદાન, શક્‍તિ અને સન્‍માનને ઉજાગર કરવા માટે પ્રયત્‍નશીલ હોય છે. મહિલા સશક્‍તિકરણને આગળ ધપાવવામાં વડાફુધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંકલ્‍પ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ અવિરતપણે કમર કસી છે. આ ફુસંગે વિનોદભાઈએ સન્‍માનિત મહિલાઓના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્‍કળતિક ક્ષેત્રોમાં આપેલા નોંધપાત્ર યોગદાનો વિશે સૌને માહિતગાર કર્યા હતા. ગાંધીધામના ધારાસભ્‍ય માલતીબેન મહેશ્વરીએ મહિલાઓને સશક્‍ત બનાવવા માટે શિક્ષણ, સ્‍વાવલંબન અને સમાન તકોના મહત્‍વ વિશે માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને સમાજના વિકાસમાં અગ્રેસર રહી મહત્‍વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહી છે જે એક ભવિષ્‍યના સમળદ્ધ, વિકસિત ભારતની ઉજળી નિશાની છે.

આ નારી ફુતિભા સન્‍માન કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્‍કળષ્ટ દેખાવ બદલ સન્‍માનિત કરેલ મહિલા ફુતિભાઓ જેવા કે

પાબીબેન રબારી (હસ્‍તકલા), જયશ્રીબેન આહીર (ગોલબોલ ગેમ, ભારતીય ટીમ કેપ્‍ટન), વૈશાલીબેન સોલંકી (ભરતનાટયમ ), નયનાબેન ગોસ્‍વામી (સમાજસેવા), ચંદ્રિકાબેન ધોળુ (ઓર્ગેનિક ફૂડ),

રાજીબેન વણકર (પર્યાવરણ - વણાટકામ), જાગળતિબેન વકીલ (શિક્ષણ ક્ષેત્રે એવોર્ડ વિજેતા), ફુફુલાબેન ઠકકર (કેન્‍સર જાગળતિ) નો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

(9:56 AM IST)