<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

મોરબીમાં લોહીની ઉલ્‍ટી થયા બાદ ગેલાભાઇ વાઘેલાનું મોત

સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૯: મોરબીમાં લોહીની ઉલ્‍ટી થયા બાદ આધેડની હાલત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાં ઘુંટૂ રોડ પર અલ્‍ટ્રા સનેટરી પાસે રહેતાં ગેલાભાઇ પોલાભાઇ વાઘેલા (ઉ.વ.૪૬)ને રાતે દસેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે લોહીની ઉલ્‍ટી થતાં બેભાન જેવા થઇ જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર ગેલાભાઇ વાઘેલા ત્રણ  બહેન અને બે ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. પોતે કારખાનામાં મજૂરી કરતાં હતાં. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. 

(11:29 AM IST)