News of Monday, 9th March 2026
માતૃશરીરમાં કીર્તિ,શ્રી,વાક્,સ્મૃતિ,મેધા,ધીરજ અને ક્ષમાએ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ : પૂ.મોરારીબાપુ
બગસરામાં બાળ કેળવણી મંદિર બગસરા અને જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા પૂ.મોરારીબાપુના હસ્તે મહિલા દિન નિમિત્તે પ્રતિભા સંપન્ન નારીરત્ન સન્માન

રાજકોટ તા.૯: આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બગસરામાં પૂ.મોરારીબાપુના હસ્તે પ્રતિભા સંપન્ન નારીરત્નનુ સન્માન થયુ હતું. આ વેળાએ પૂ.મોરારીબાપુએ ભગવત ગીતાના ઉલ્લેખ સાથે કહ્યું કે, માતળશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મળતિ, મેધા, ધીરજ અને
બાળ કેળવણી મંદિર બગસરા અને જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા પાંચ પ્રતિભા સંપન્ન મહિલાઓનું સન્માન પૂ.મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. અહીંયા લીલાબેન શાહ શ્રેષ્ઠ મહિલા કાર્યકર સન્માન ભારતીબેન શાંતિલાલભાઈ ધાંધિયા, ભાવિકાબેન દર્શનભાઈ હિરપરા, અને જ્યોતિ નારી રત્ન સન્માન ભાવનાબેન વજુભાાઈ સતાસીયા(બગસરા),વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણી(નવી હળીયાદ),જીજ્ઞાબેન દિપકભાઈ ભટ્ટી(બગસરા), એમ પાંચ સન્માન થયાં હતા
પૂ.મોરારીબાપુએ આપેલા ભાવ સંદેશમાં માતળવંદના કરતાં માતળશક્તિમાં શક્તિ, શાંતિ, ક્ષમા વગેરે ઉલ્લેખ કર્યો હતો. આ વેળાએ શ્રી મોરારિબાપુએ ભગવત ગીતાના ઉલ્લેખ સાથે કહ્યું કે, માતળશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મળતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ રહેલો છે, જે શ્રી કળષ્ણ ભગવાને કહેલું છે.
પૂ.મોરારીબાપુએ શ્રી લાલચંદબાપા તથા શ્રી શ્યામજી બાપાના સ્મરણ સાથે આ સંસ્થામાં વિશ્રામદાયી વિકાસ થયાનો રાજીપો જણાવ્યો હતો.
આ કાર્યક્રમમાં લોકભારતી સણોસરાના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ વૈશ્વિક શાંતિ માટે માતા અને બાળ કેળવણી અને સંસ્કાર મહત્વના ગણાવી સંવેદનાની અનિવાર્યતા જણાવી હતી.
આ સંસ્થાનાં દેવચંદભાઈ સાવલિયાએ મહિલા અને પરિવાર સંદર્ભે પ્રારંભિક વાત કરતાં પારિવારિક ભાવ તૂટતાં વધેલાં સામાજિક દૂષણોનો ઉલ્લેખ કર્યો અને માતળશક્તિ સન્માન
આ પ્રસંગે ચેતનભાઈ શાહે સ્વાગત ઉદ્વોધન સાથે સંસ્થાની વિગતો પણ જણાવી હતી. આ સન્માન કાર્યક્રમમાં અગ્રણીઓ હિંમતભાઈ ગોડા, જ્યોત્સનાબેન રીબડિયા, બ્રહ્મ ાકુમારી રસિલાબેનજી, અર્ચનાબેન દવે, શ્રી નિરૂપમાબેન વૈષ્ણવ, કાંતિભાઈ પરસાણા, પ્રવિણભાઈ ઠક્કર, ફુલ્લભાઈ સેંજલિયા, મીનાબેન શાહ, અશ્વિનભાઈ દોશી, પિયુષભાઈ શાહ ઉપરાંત સામાજિક આંગણીઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
પ્રારંભે શિશુકુંજ બાળાઓએ સ્વાગત અભિનય પ્રસ્તુત કરેલ. કાર્યક્રમ સંચાલનમાં દયાબેન ગેડિયા રહ્યાં હતાં. જયશ્રીબેન સાવલિયા અને સમગ્ર સંસ્થા પરિવાર દ્વારા સુંદર સંકલન રહ્યું હતું.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા), મૂકેશ પંડિત(ઈશ્વરિયા) ની યાદીમાં જણાવાયું છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
