<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

રાજુલા પોલીસની સફળતા :19 વર્ષથી અપહરણના ગુનામાં ફરાર રહેલા આરોપી બાબુ કાતરિયાની બેંગ્લુરુથી ધરપકડ

આરોપી લાંબા સમયથી કાયદાની નજરથી બચવા માટે વારંવાર મોબાઈલ નંબર બદલતો અને અલગ-અલગ વિસ્તારોમાં નાસતો ફરતો હતો

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસે બેંગ્લોરમાં સફળ ઓપરેશન પાર પાડીને 19 વર્ષથી અપહરણના ગુનામાં ફરાર રહેલા આરોપી બાબુ કાતરિયાની ધરપકડ કરી છે. આરોપી લાંબા સમયથી કાયદાની નજરથી બચવા માટે વારંવાર મોબાઈલ નંબર બદલતો અને અલગ-અલગ વિસ્તારોમાં નાસતો ફરતો હતો, પરંતુ રાજુલા પોલીસે ટેકનિકલ માહિતીના આધારે બેંગ્લોરમાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આ સફળ કામગીરી બદલ ઉપરી અધિકારીઓએ રાજુલા પોલીસની ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી છે.

 

(12:13 PM IST)