News of Monday, 9th March 2026
ગાંધીધામ ભાજપના યુવા મંત્રીના આપઘાત કેસમાં વ્યાજનું વિષચક્ર: ૧૮ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ
મૃતક દીપેશ ત્રિપાઠી પાસે બાલાજી વેફર્સની એજન્સી હતી, મૃતકના સુસાઈડ નોટ, વીડિયો બાદ વ્યાજખોર સાથે રાજકોટની કટારિયા એન્ટરપ્રાઇઝના ૪ જણ સામે ફરિયાદ, હજી પરિવાર ઉપર વ્યાજખોરોનું જોખમ હોવાની ફરિયાદ

મૃતક દીપેશ ત્રિપાઠી પાસે બાલાજી વેફર્સની એજન્સી હતી, મૃતકના સુસાઈડ નોટ, વીડિયો બાદ વ્યાજખોર સાથે કટારિયા એન્ટરપ્રાઇઝના ૪ જણ સામે ફરિયાદ, હજી પરિવાર ઉપર વ્યાજખોરોનું જોખમ હોવાની ફરિયાદ
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશ અશ્વિન ત્રિપાઠી (ઉ.૩૯)ના આપઘાતના બનાવે ચકચાર સર્જી છે. દરમ્યાન આ સંદર્ભે મૃતક યુવાન દીપેશના પત્ની દીપાબેન ત્રિપાઠીએ ૧૮ જણા સામે મરવા માટે મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ કરી છે. જે અનુસાર બાલાજી વેફર્સની એજન્સી ધરાવનાર દીપેશને ૧૪ વ્યાજખોર ઉપરાંત કટારિયા એન્ટરપ્રાઇઝના ૪ જણ સામે આ ફરિયાદ કરી છે. મૃતક દીપેશભાઈએ આપઘાત પૂર્વે સુસાઈડ નોટ લખી વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે આર્થિક સંકડામણમાં આવ્યા બાદ તેમણે જેમની પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા તેમાં દાગીના રાખીને રૂપિયા લીધા હતા એ કરણ ડાહ્યાલાલ આહીરને રૂપિયા પરત કરી દીધા હતા પરંતુ દાગીના પાછા માંગતા કરણ તેના પિતા ડાહ્યાલાલ અને આનંદ નામના શખ્સે ફરી પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી કરી રૂપિયા પાછા ન આપ્યા. ભચાઉના નટુભા સોઢા પાસેથી મકાનની અસલી ફાઇલ રાખી રૂપિયા વ્યાજે લીધા હતાપરંતુ તેમણે પઠાણી ઉઘરાણી કરી વ્યાજ વસૂલી ત્રાસ આપ્યો. કલ્પેશ મૂળજી ઠક્કરે બાલાજીની એજન્સી આપવી રૂપિયા વ્યાજે આપ્યા હતા. મૂળ રકમ કરતા વધુ વ્યાજ વસૂલી તેણે વધુ પૈસાની માંગણી કરી. દર્શન બળવંત ઠક્કરે પણ રૂપિયા વ્યાજે આપ્યા પૈસા ચૂકવ્યા છતાયે તે વધુ વ્યાજ માંગતો હતો. ધર્મેન્દ્રસિંહ ભાટી (ધમા) એ ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા અને વ્યાજ માટે માણસો મોકલાવી દાદાગીરી કરી. ભુજના રોશની આનંદ ભટ્ટ પણ વ્યાજે રૂપિયા આપી ઊંચું વ્યાજ વસુલાત કર્યું. ભીખુ નામના શખ્સ, ચંદ્રસિંહ બાપુ (ઝોનવાળા) એ પણ તગડું વ્યાજ વસૂલવા દાદાગીરી કરી હતી. આ ઉપરાંત મુકેશ મીરાણી, હરેશ મીરાણી (મઢોરા એજન્સી) વાળા માં મૃતકની આત્મહત્યાના દિવસે હરેશે વ્યાજની ઉઘરાણી કરી હતી. આદિપુરના પ્રકાશ મોદીએ લોન કરાવી અડધા રૂપિયા પોતે રાખી લીધા પરંતુ મૃતક દીપેશ પોતાના અને પ્રકાશ મોદી બંનેના રૂપિયાનું વ્યાજ ભરતો. વ્યાજ ખોર હિતેશ રાજકોટીયાએ તેને જેલમાં નાખવાની ધમકી આપી હતી. જ્યારે એજન્સીના ધંધામાં એસઆર વિપુલભાઈની સંડોવણી સાથે બાલાજી વેફર્સનું સપ્લાયનું કામ કરતી કટારિયા એજન્સીના રૂપેશ કટારિયા, કલ્પેશ કટારિયા, અંકિતા મેડમના નામ છે. જેમાં તેઓ એડવાન્સ આરટીજીએસથી રૂપિયા મોકલતા હોવા છતાંયે એસઆર વિપુલભાઈને ઈશારે તેમને માલ મોડો મોકલાવી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેઓ ગ્રાહકોને સમયસર માલ આપી શકતા નહોતા.
મૃતકના પત્ની દીપાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, હજી તેમના પરિવાર ઉપર વ્યાજખોરોનું જોખમ હોવાની ચિંતા પણ વ્યક્ત કરી છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
