<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

આરભંડા નજીક જુગાર રમતા પોરબંદરના શખ્‍સ સહિત પાંચ ઝડપાયા

 

 ખંભાળીયાઃ આરભંડાગામ ટાટા કંપનીના મીઠાના કયારાની આગળ બાવળની ઝાડીમાં રેઇડ દરમ્‍યાન જુગાર રમતા રોકડ રૂા.પર,પર૦/- તથા મોબાઇલ નં. ૩ જેની કિ. રૂા. ૮,૦૦૦/- એમ કુલ રૂા. ૬૦,૫૨૦/- ના મુદામાલ સાથે (૧) મુકેશભાઇ દલસુખભાઇ સોલંકી, (ર) રમેશભાઇ દલસુખભાઇ સોલંકી, (૩)શ્‍યામભાઇ રામુભાઇ સોલંકી, રહ.ફય ઓખા, રામાપીરના મંદિર પાસે, હઠીલા હનુમાન પાસે, (૪) અશોકભાઇ ગોવિંદભાઇ ચારોડીયા, રહે.: આરંભડા, ચોપગી વિસ્‍તારમાં, (પ)કિશોરભાઇ મનજીભાઇ સોલંકી, રહે.: પોરબંદર, નવી ખડપીઠની બાજુમાંને ઝડડપી લીધા હતા.

કામગીરી મીઠાપુર પોલીસ સ્‍ટેશનના પો. ઇન્‍સ. ડી.એન. વાંઝા, (ર) એ.એસ.આઇ નરેદ્રરસિંહ કિશોરસિંહ જાડેજા, (૩) પો. હેડ. કોન્‍સ. મહિરાજદાન મનહરદાન ગઢવી,(૪) પો. કોન્‍સ. જયપાલસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા, ધર્મદિપસિંહ જીતેન્‍દ્રસિંહ જાડેજા, અનિલ વરસિંગભાઇ ડોડીયા, સુનિભા સમૈયાભા માણેક એ કરી હતી.

(11:06 AM IST)