<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

માંગરોળના આંત્રોલી ગામે ભાભી પર દિયર, દેરાણીનો હુમલો

ઇજાગ્રસ્‍ત મહિલાને સારવારમાં ખસેડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૯: માંગરોળના આંત્રોલી ગામે રહેતા દુધીબેન રાજાભાઈ બારીયા ખેતરમાં કામ કરતા હતા તે દરમ્‍યાન દુધીબેનના દિયર વિરમભાઈ, વિરમભાઈના પત્‍ની લાડુબેન તથા વિરમભાઈની દીકરી ચેતના ત્રણેય ખેતરે પહોંચ્‍યા હતા અને દૂધીબેનને ગાળો ભાંડી હતી. ગાળો શા માટે બોલો છો તેમ પૂછતા વિરમભાઈ ઉશ્‍કેરાઈ ગયા હતા અને લાકડી મારી હતી. અને દેરાણી લાડુબેન અને તેની પુત્રી ચેતનાએ દૂધીબેનના વાળ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો હતો. જમીનમાંથી જતા રહેજો નહિતર જાનથી મારી આપી હતી.

તેથી દૂધીબેન ગભરાઈ રાડા રાડી કરતાં પતિ રામભાઈ તેના સંબંધી સાથે ખેતરે પહોંચી ગયા પરંતુ દિયર અને દેરાણીએ દંપતીને અને દૂધીબેનને બચાવ્‍યા હતા. ઈજાગ્રસ્‍ત દુધીબેનને સારવાર માટે માંગરોળ હોસ્‍પિટલે ખસેડાયા હતા. જમીનના મનદુઃખ શ્રથી થયેલા હુમલા અંગે દુધીબેને તેના દિયર-દેરાણી સહિત ત્રણ વિરૂધ્‍ધ શીલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(11:27 AM IST)