<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ભાયાવદરમાં મોબાઇલ ખરીદવા બે સગીરે બાઇકની ચોરી કરી નદીમાં નાંખી દીધુ

ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં ઇ.એફઆઇરાઆરનાં આધારે ભાયાવદર પોલીસે કરી કામગીરી, બાઇક કરાયુ કબ્‍જે

રાજકોટ, તા. ૯ : ભાયાવદરમાં મોબાઇલ ખરીદવા માટે બાઇકની ચોરી કરનાર બે સગીરને ભાયાવદર પોલીસે ઝડપી પાડયા હતા. સાથે જ ચોરી કરેલ બાઇક પણ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી હતી.

આ ગુનાની વિગત એવી છે કે, તા. ૩ થી ૪ દરમિયાન ભાયાવદરનાં મયુરનગર વિસ્‍તારમાં ઘર પાસે પાર્ક કરેલ બાઇક ચોરી થઇ ગયાની ઇ. એફઆઇઆર નોંધવામાં આવી હતી. જે ફરિયાદનાં આધારે ભાયાવદરનાં પોલીસ ઇન્‍સ્‍પકેટર વી.સી. પરમારનાં માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્‍યા હતા. દરમિયાન સર્વેલન્‍સ ટીમને મળેલી બાતમીના આધારે શાળામાં અભ્‍યાસ કરતા બે સગીરોને ઝડપી પાડવામાં આવ્‍યા હતા.

પૂછપરછમાં બન્ને સગીરોએ પબજી ગેમ રમવા માટે મોબાઇલ ખરીદવો હોય આ ચોરીને અંજામ આપ્‍યાની કબૂલાત આપી હતી તેમજ ચોરી કરેલું બાઇક મોજ નદીમાં નાંખી દીધાનું જણાવ્‍યું હતું. જેને આધારે પોલીસે રપ હાજારની કિંમતનું બાઇક કબજે કર્યું હતું. આ કામગીરી રાજકોટ રેન્‍જનાં પોલીસ મહાનિરિક્ષક અશોક કુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ તથા ધોરાજીનાં મદદનીશ પોલીસ અધ્‍યક્ષ સીમરન ભારદ્વારજની સૂચનાનાં આધારે પીઆઇ વી.સી. પરમાર, એએસઆઇ શક્‍તિસિંહ વનરાજસિંહ જાડેજા, રણજીતભાઇ નાગભાઇ ડેરૈયા, કુલદીપસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, સત્‍યપાલસિંહ બળદેવસિંહ જાડેજા, હિમાંશુભાઇ દેવાભાઇ હુંણ, અજયભાઇ બાબુભાઇ સોરઠીયા દ્વારા કરવામાં આવી હતી.

(11:41 AM IST)