News of Monday, 9th March 2026
મહિલાઓ આજે સફળતાપુર્વક પોલીસ વન વિભાગ શિક્ષણ વેપાર ઉદ્યોગ ડોકટર તથા વકીલ તરીકે કામ કરી રહી છે
પોરબંદરમાં મહિલા દિનની ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ સંબોધન કરીને નારી શકિતને બિરદાવીઃ સરકારની વિવિધ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને લાભ વિતરણ : ભારતીય સંસ્કૃતિમાંસ્ત્રી હંમેશા પૂજનીય અને શકિતનું પ્રતિકઃ જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર : પદાધિકારી તરીકે જીલ્લામાં મહિલાઓનું વર્ચસ્વ વધ્યુ : કલેકટર એસ.ડી.ધાનાણી : ‘મ' એટલે મહેનતુ ‘હિં' એટલે હિંમતવાન અને ‘લા' એટલે લાજવાબ મહિલાઓમાં આ ત્રણેય ગુણોનો સંગમઃ ડો.ચેતનાબેન તિવારી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહીને નારી શકિતને બિરદાવી હતી અને જણાવેલ કે મહિલાઓ આજના સમયમાં સફળતાપુર્વક પોલીસ વન વિભાગ શિક્ષણ વેપાર-ઉદ્યોગ ડોકટર તથા વકીલ તરીકે કામ કરી રહી છે.
મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત તમામ મહિલાઓને શ્નશક્તિ સ્વરૂપાઙ્ખ ગણાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જૂના સમયની યાદ તાજી કરતા જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે દીકરી ગમે તેટલી મોટી હોય, પણ માતા-પિતા તેને સુરક્ષાના કારણોસર નાના ભાઈની સાથે જ બહાર મોકલવાનો આગ્રહ રાખતા હતા. પરંતુ આજે સમય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ નેતળત્વ કરી રહી છે, જે સમાજ માટે ગર્વની વાત છે. અગાઉ સરકારી કચેરીઓ જેમ કે કલેક્ટર ઓફિસ કે પોલીસ વિભાગમાં મહિલાઓની હાજરી નહિવત જોવા મળતી હતી, પરંતુ વર્તમાન સમયમાં ચિત્ર બદલાયું છે. આજે પોલીસ વિભાગ, વન વિભાગ, શિક્ષણ, વેપાર-ઉદ્યોગ, ડોક્ટરો અને વકીલો તરીકે મહિલાઓ સફળતાપૂર્વક કામ કરી રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિના મહિમાનું ગાન કરતા જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કળતિમાંસ્ત્રી હંમેશા પૂજનીય અને શક્તિનું પ્રતીક રહી છે. તેમણે રામાયણ અને મહાભારતના ઉદાહરણો ટાંકીને સમજાવ્યું કે મા સીતાની સહનશીલતા અને તપસ્યા, દ્રૌપદીનું સ્વાભિમાન અને અન્યાય સામે લડવાની વળત્તિ તેમજ મીરાબાઈની અતૂટ ભક્તિ એસ્ત્રીના વિવિધ પાસાઓનું દર્શન કરાવે છે. રાણી લક્ષ્મીબાઈ અને જીજાબાઈ જેવી વીર નારીઓને યાદ કરતા તેમણે ઉમેર્યું કે આ દેશમાં મહાન યોદ્ધાઓનું ઘડતર પણ નારી દ્વારા જ થયું છે.
જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના પ્રસંગે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. તેમણે મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, જિલ્લામાં પદાધિકારીઓ અને અધિકારીઓ તરીકે મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે, જે ગૌરવની વાત છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ નારી શક્તિને બિરદાવતા જણાવ્યું હતું કેસ્ત્રી એ માત્ર ઘરની જ્યોત નથી, પરંતુ સમાજનું અભિન્ન અંગ છે. રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ ટાંકીને તેમણે ભારપૂર્વક કહ્યું કે મહિલાઓએ મુશ્કેલીઓથી ડરવાને બદલે તેનો મજબૂતીથી સામનો કરવો જોઈએ અને પોતાનો માર્ગ પોતે જ કંડારવો જોઈએ. તેમણે મહિલા શબ્દની સુંદર સમજૂતી આપતા કહ્યું કે મ એટલે મહેનતુ, હિ એટલે હિંમતવાન અને લા એટલે લાજવાબ; આમ નારીમાં આ ત્રણેય ગુણોનો સંગમ છે.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ ઉપસ્થિત મહાનુભાવોના શાબ્દિક સ્વાગત કરીને બાળકોને બાળપણથી મહિલાઓનું સન્માન કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રી અર્જુનભાઇએ કાર્યક્રમ સ્થળે ડિજિટલ સેફ્ટી ્રૂ સિકયુરિટી અને સાયબર સેફ્ટી, ડિજિટલ લીટરેસી, ફૂડ પોષણ, સખી વન સ્ટોપ, લીડ બેંક, વહાલી દીકરી યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ ૧૮૧ અભ્યમ્ હેલ્પલાઇનના સ્ટીલની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ દરમિયાન વહાલી દીકરી, મહિલા ઉદ્યમી, બાલિકા પંચાયત, ગંગા સ્વરૂપા યોજના સહિતની સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી લાભાર્થી મહિલાઓને લાભ વિતરણ કરવામાં આવી હતી.
ે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે. એલ. સુતરીયા, કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઇ ઓડેદરા, મામલતદાર ભરત સંચાણીયા, સિવિલ સર્જન શ્રી દિવ્યાબેન, અગ્રણી શ્રી ગોપાલભાઈ કોઠારી સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન મહિલા અને બાળ વિકાસ કચેરીના શ્રીમતી સંધ્યાબેન જોશી અને તેમની ટીમ તેમજ કાર્યક્રમની આભારવિધિ દહેજ પ્રતિબંધક અધિકારી પી.પી જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
