<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

કચ્‍છના ધોળાવીરાના ખેડુતોની ૧૦૦ એકરથી વધુ જમીન સંપાદન બાદ ખેડુતોને યોગ્‍ય વળતર નહિ મળતા સકારી મિલ્‍કત જપ્‍તિો હુકમ

કોર્ટના આદેશ અન્‍વયે પુરાતત્‍વ વિભાગની મિલ્‍કત જપ્‍તિ અંગે કાર્યવાહી થતાં દોડધામ

 

રાજકોટઃ તા ૯,ધોળાવીરામાં ૧૦૦ એકર જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્‍ય વળતર નહીં મળતા થયેલી અરજી બાદ કોર્ટે ધાક બેસાડતો હુકમ કર્યો છે

  ધોળાવીરામા જમીન સંપાદનનુ ખેડુતોને વળતર નહી ચુકવનાર રાજકોટની પુરાતત્‍વ સર્વેક્ષણની મિલ્‍કત જપ્તી માટે કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપતા રાજકોટ બહુમાળી ભવન સ્‍થીત પુરાતત્‍વ સર્વેક્ષણની મિલ્‍કત જપ્તીનો હુકમ કરતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

  ધોળાવીરામાં ૨૦૦૪માં ભારતીય પુરાતત્‍વ સર્વેક્ષણે અંદાજે ૧૦૦ એકર જમીન સંપાદન કરી હતી ૧૫ દિવસનો સમય માંગ્‍યા બાદ પણ રકમ ન ચૂકવાતા ખેડૂતો રાજકોટ એએસઆઇની કચેરીએ ધસી ગયા ધોળાવીરાના ખેડૂતોને યોગ્‍ય વળતર ન આપવાના મુદ્દે કોર્ટે ભારતીય પુરાતત્‍વ સર્વેક્ષણની મિલકત જપ્તીનો ધાક બેસાડતો આદેશ આપ્‍યો હોવાનો મામલો બહાર આવ્‍યો છે.આદેશ બાદ ભારતીય પુરાતત્‍વ સર્વેક્ષણે ૧૫ દિવસનો સમય માંગ્‍યો હતો જે પણ હવે પૂર્ણ થવા પર છે પણ ખેડૂતોને રૂપિયા ક્‍યાંયમળ્‍યા ન હોવાનું  બહાર આવ્‍યું છે.

(3:18 PM IST)