તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ 3 દિવસ વર્કશોપમાં દિલ્હી જશે, ઉપપ્રમુખને સોંપાયો ચાર્જ.
દિલ્હીમાં આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓફ WER વર્કશોપમાં તેઓનું નોમિનેશન થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી આગામી ત્રણ દિવસ માટે દિલ્હી ખાતે યોજાનાર વર્કશોપમાં હાજરી આપવા જઈ રહ્યા છે. દિલ્હીમાં ૧૧-૦૩-૨૦૨૬ ના રોજ આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓફ WER વર્કશોપમાં તેઓનું નોમિનેશન થયું છે.
આ વર્કશોપમાં જવા માટે તેઓ 90-03-૨૦૨૬ ની ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થશે, જેના કારણે ૧૦-૦૩-૨૦૨૬ ના રોજ મળનારી ખાસ સામાન્ય સભામાં તેઓ ઉપસ્થિત રહી શકે તેમ નથી. તેમની ગેરહાજરીના સમયગાળા દરમિયાન, એટલે કે તા. ૧0-03-૨૦૨૬ થી ૧૨-૦૩-૨૦૨૬ સુધી, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ, તમામ સત્તાઓ અને કાર્યો ઉપપ્રમુખ હિરાલાલ જીવણભાઈ ટમારીયાને સોંપવામાં આવ્યા છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
