News of Tuesday, 10th March 2026
તળાજાનો વધુ એક માસ્ટર માઈન્ડ અમદાવાદ પોલીસના સંકજામાં આવ્યો : ૧૦૦ થી વધુ ખાતાઓનો હેન્ડલર?!
સાયબર અને ડીઝીટલ ગુન્હાના આરોપમાં હજારો કરોડોનું કૌભાંડ નીકળવાની શકયતાઃ તળાજા ના બે યુવાનો હાલ જેલમાં છે, ફરાર છે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૦: ભાવનગર જિલ્લાનાᅠતળાજાના અનેક યુવાનો બોગસ બીલીંગ આચરીને જેલની હવાખાઈ આવ્યા બાદ આજની કહી શકાય કે બીજી પેઢી સાયબર ક્રાઈમ સહિતના રવાડે ચડી છે.બોટાદ અને અમદાવાદ પોલીસે થોડા સમય પહેલાજ અહીંના મૂળ રહેવાસી એવા બે ઈસમો ને જેલના સળિયા પાછળ ધકેલી દીધાછે અને એક ની શોધખોળ મહિનાઓથી શરૂ છે ત્યાંજ આજે વધુ એક ચોંકાવનારી અને ભાવનગર પોલીસ માટે ખાસ ઇન્વેસ્ટિગેશન નો વિષય બને તેવી વિગતો સામે આવી રહી છે.તળાજા ના વધુ એક યુવાન ને અમદાવાદ પોલીસે ઉઠાવી લીધો છે અમદાવાદ થીજ.
મૂળ તળાજાના રહેવાસી,પેટ્રોલ પમ્પ નજીક ઓટોમોબાઇલની દુકાન સાથે સંકળાયેલા અને હાલ અમદાવાદ સ્થાયી થઈને તળાજા અમદાવાદ વચ્ચે અપડાઉન કરતા રેહાન મીનાઝઅલી ભૂરાણીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમનો દાવો છેકે વી.એસ.હોસ્પિટલ ના દરવાજા પાસે થી ધરપકડ કરી છે સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે તે અમદાવાદની એક હોટલમા હતોને પોલીસે ઉઠાવી લીધો છે.
પોલીસનો દાવો અને આરોપ છેકે ૩ મોબાઈલ, ૪ ચેકબુક અને ૨ ડેબિટ કાર્ડ મળી આવ્યા છે.,ડિજિટલ અરેસ્ટ,સટ્ટા, ઓન લાઈન ગેમિંગ,ઇન્વેસ્ટમેન્ટ ફોર્ડ સહિતના ગુન્હાઓ આચરનાર ટોળકી નો સભ્ય છે.તેઓની સાથે અમદાવાદ ભાવનગર મુંબઈ અને આણંદના વ્યક્તિઓના નામો પણ ખુલ્યા છે. મળી આવેલ મોબાઈલમા એકસો જેટલા એકાઉન્ટ વિશે પણ માહિતી મળી હોવાના દાવા સાથે પોલીસે મોબાઈલ વધુ તપાસ અર્થે એફ.એસ.એલ મા મોકલવામાં આવ્યો છે.
સૂત્રો નું માનવામાં આવે તો છેલ્લા ચારેક વર્ષથી આ ઈસમ દ્વારા સાયબર, ડીઝીટલની ગુનાહીત દુનિયામાં પગ પેસારો કર્યો છે. અગાઉ તળાજાના ઈસમો કરોડો રૂપિયાના કૌભાંડના આરોપ સબબ પકડ્યા છે તેના કરતાંય આ ઈસમનું કૌભાંડ મોટું હશે. આ ઈસમ પકડાયો ને તુરંત તળાજા સહિત તેઓના આકાઓને ખબર પડી ગયેલ જોકે પોલીસે પુરી નિષ્ઠા, વફાદારીપૂર્વક ફરજ અદાકરી પકડી ને કોર્ટમાં રજૂ કરી ગુન્હાના મૂળ સુધી પહોંચવા કાર્યવાહી કરી છે.
સૂત્રોનું કહેવુ છે કે તળાજાના મોટાભાગના ઈસમો બેંક એકાઉન્ટ ખોલાવીને કમિશન લઈ રૂપિયાના હેન્ડરલ તરીકે કામ કરે છે. બેંક એકાઉન્ટ માટે રૂપિયાની લાલચ અથવા તો છેતરીને ,વ્યક્તિની જરૂરિયાત પૂરી કરીને જરૂરી ડોકયુમેન્ટ મેળવી લે છે. બાદ કરોડો રૂપિયાના કૌભાંડના સહભાગી બને છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
