<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

તળાજાના આમળા ગામના સરપંચ પતિનું અનેક વખત અપહરણ કરી માર મરાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ તા.૧૦,  તળાજા ના દાઠા પંથકમાં કેટલાક ગુન્‍હાઓ એવા સામે આવે રહ્યા છેકે અહીં પોલીસ કરતાંય ગુંડાઓની ધાકહોય!.આમળા ગામના મહિલા સરપંચ ના પતિ એ પોલીસને આપેલ લેખિત ફરિયાદ મા ફલિત થઈ રહ્યું છેકે સરપંચ જેવા મહત્‍વના હોદ્દાપર રહેનાર વ્‍યક્‍તિ ને ફરિયાદ કરવા મહિનાઓ સુધી હિંમત એકઠી કરવી પડી છે.

એભાભાઈ વેલાભાઈ ઢાપા ની દાઠા પોલીસે અરજી સ્‍વરૂપે ફરિયાદ સ્‍વીકારી છે.એભાભાઈ ના પત્‍ની લાભુબેન ૨૦૨૨ થી સરપંચ છે.છેલ્લા કેટલાક સમય થી જુદી જુદી પાઇવેટ કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં સોલાર પવનચક્કી અને તેના કેબલ વાયરો અંડરગ્રાઉન્‍ડ નાખવામાં આવીરહ્યા છે.ગામના માથાભારે શખ્‍સ દ્વારા કંપની ને જુદા જુદા પ્રકારની મંજૂરીઓ માટે સરપંચ ની સહીઓ વાળા કોરા લેટરપેડ માગે છે.ના પાડવામાં આવેતો ધમકીઓ આપે છે.ઘરે થી વાહનમાં અલગ અલગ સ્‍થળે લઈ જઈ ને મારમારે છે.આવું છેલ્લા પાંચ છ મહિનાથી ચાલી રહ્યુંછે.

બે દિવસ પહેલા ઘરે આવી ને ધમકી આપી ગયા છેકે જો હવે ઘરમાંથી બહાર નીકળ્‍યો તો મારી નાખીશ.આ બાબતે કોઈને કહીશ તો પરિવાર ને મારી નાખવાની ધમકી આપેલ.ધમકી થી ડર ના કારણે આજ સુધી ફરિયાદ કરી નહતી.આ વિષયને લઈ ને મોબાઈલ રેર્કોડિંગ હોવાનો પણ પોલીસે સ્‍વીકારેલ અરજીમા દાવો કરવામાં આવ્‍યો છે.

(10:38 AM IST)