<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

યુદ્ધની અસરઃ મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોઍ ૫૦ ટકાથી વધુનો વધારો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૦ : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર જુદા જુદા ઉદ્યોગો પર જોવા મળી રહી છે ત્યારે મોરબીનો પોલીપેક ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્ના નથી મોરબીના પોલીપેક ઉદ્યોગમાં યુદ્ધ પહેલા જે પ્લાસ્ટિક રોમટીરીયલ પ્રતિ કિલો ૯૦થી ૯૨ રૂપિયાના ભાવથી મળતું હતું તે આજની તારીખે ૧૪૫થી ૧૫૦ રૂપિયાનો ભાવ આપવા છતાં પણ મળતું નથી અને બ્લેકમાં રોમટીરીયલ લેવું પડે આવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પોલિપેકના અનેક કારખાનાઓ શરૂ થયા છે જોકે આ પોલીપેકના કારખાનાની અંદર જે પ્લાસ્ટિકની થેલીઓની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હોય છે તેને બનાવવા માટે થઈને અંદાજે ૪૦ ટકા જેટલું રોમટીરીયલ ઈમ્પોર્ટ કરવામાં આવે છે અને ૬૦ ટકા જેટલું રોમટીરીયલ લોકલ માર્કેટમાંથી જુદી જુદી કંપનીઓ અને તેના સપ્લાયરો પાસેથી મેળવવામાં આવતું હોય છે જોકે ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના પોલીપેક ઉદ્યોગની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ ગયો છે.

મોરબી જિલ્લા પોલીપેક ઍસો.ના પૂર્વ પ્રમુખ જગદીશભાઇ પનારાઍ જણાવ્યુ હતુ કે, ઈમ્પોર્ટ થતુ રોમટીરીયલ આવતું બંધ થઈ ગયું છે અને લોકલ માર્કેટની અંદર રોમટીરીયલના ભાવમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે ઍટલા જ માટે યુધ્ધ પહેલા જે રોમટીરીયલ પ્રતિ કિલોના માત્ર ૯૦ થી ૯૨ રૂપિયાના ભાવથી મળતું હતું તે આજની તારીખે પ્રાઇસલિસ્ટ જે કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવે છે તેમાં ૧૩૫ થી ૧૪૦ રૂપિયા દર્શાવવામાં આવે છે જોકે કંપનીઓ પાસેથી માલ મળતો નથી જેથી બ્લેકમાં માલની ખરીદી કરવી પડે છે અને લગભગ ૧૫૦ થી ૧૬૦ જેટલો ભાવ આપવો પડે તો માલ મળે છે.

મોરબી સમય પોલીપેક વાળા જયંતિભાઈ પટેલઍ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં અંદાજે ૨૦૦ જેટલા પોલીપેકના કારખાને આવેલા છે તેમાં આજની તારીખે લગભગ ૨૦,૦૦૦ જેટલા લોકોને રોજગારી મળી રહી છે જોકે પ્લાસ્ટિક રોમટીરીયલના દાણા આવતા હોય છે તેના ભાવમાં લગભગ ૫૦ ટકા કરતાં વધુનો વધારો થયો છે જેથી રોમટીરીયલ મેળવીને કારખાના ચાલુ રાખવા પણ કારખાનેદારો માટે મુશ્કેલરૂપ બની શકે તેમ છે કારણ કે તૈયાર માલ ઉપર તે લોકો ભાવ વધારો લઈ શકતા નથી. અને માલના ઉત્પદન માટેનો ખર્ચ અનેક ગણો વધી ગયો છે. આટલું નહીં પરંતુ જે રોમટીરીયલ ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું તે રોમટીરીયલના કન્ટેનરનું ભાડું યુદ્ધ પહેલા ૧૦૦૦ ડોલર જેટલું હતું જે હાલમાં વધીને ૩,૦૦૦ ડોલર થઈ ગયું છે.

આમ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધની પરિસ્થિતિના કારણે જે રીતે મોરબીનો સિરામિક અને પેપરમીલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે તેવી જ રીતે પોલિપેક ઉદ્યોગ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે અને આગામી દિવસોમાં કારખાના બંધ થાય તો નવાઈ નથી. ઉલેખનીય છે કે, મોરબીના પોલીપેક ઉદ્યોગની અંદર જે પ્લાસ્ટિકની બેગો બનાવવામાં આવતી હોય છે તેનો મોટાભાગે ઘઉં, ચોખા, સિમેન્ટ, ખાતર વગેરે જેવી વસ્તુઓને ભરવા માટે થઈને પેકિંગ મટીરીયલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે રોમટીરીયલના ભાવમાં લગભગ ૫૦ ટકા કરતાં વધુનો વધારો થયો છે ત્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવો મુશ્કેલરૂપ બન્યો છે.

(11:27 AM IST)